મેલડી માતા આ મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે, તેમના પરચા વિષે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો. – GujjuKhabri

મેલડી માતા આ મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે, તેમના પરચા વિષે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો.

ગુજરાતમાં મિત્રો ઘણી ચમત્કારની જગ્યાઓ આવેલી છે, તેથી લોકો મોટી સંખ્યામાં તે જગ્યાઓ જોવા માટે ઉમટી પડતા હોય છે, અત્યારના ટેક્નોલોજીના યુગમાં પણ ઘણી એવી ચમત્કારિક જગ્યાઓ આવેલી છે, જે જગ્યાઓનું રહસ્ય આજ સુધી કોઈ વ્યક્તિ જાણી શક્યું નથી, આજે આપણે એક તેવા જ ચમત્કારિક મેલડી માતાના મંદિર વિષે વાત કરીશું.

મેલડી માતાના આ મંદિરમાં ઘણા ભમરા મધના મધપૂડા આવેલા છે. મેલડી માતાના મંદિરની છત ભમરા મધથી ભરાયેલી છે તો પણ મંદિરમાં દર્શને આવતા ભક્તોને આજ દિન સુધી એક પણ ભક્તને એક મધમાખી પણ કરડી નથી, મેલડી માતાનું આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. મેલડી માતાના આ મંદિરને સાતતાળીવાળા મેલડી માતાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.

મેલડી માતાનું આ મંદિર હજારો લોકોનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. આ મંદિરમાં એટલા બધા મધપૂડા આવેલા છે કે લોકો તેમને જોઈને ડરી પણ જાય છે પણ મેલડીમાતાની અસીમ કૃપા રહેલી છે કે આ મંદિરમાં દર્શને આવતા એક પણ ભક્તને આજદિન સુધી એક પણ મધમાખી કરડી નથી, તેથી લોકોનું એવું માનવું છે કે આ મધ મેલડી માતાના મંદિર ની રક્ષા કરે છે.

જે લોકોને સંતાન નથી તેવા લોકો પણ મોટી સંખ્યામાં મેલડી માતાની માનતા માનવા માટે આવતા હોય છે, તે બધા જ ભક્તોના ઘરે મેલડી માતાના આર્શીવાદથી સંતાન પ્રાપ્તિનું સુખ મળતું હોય છે અને મેલડી માતા તે ભક્તોનું જીવન ખુશીઓથી ભરી દેતા હોય છે, મેલડી માતાના આર્શીવાદથી જે બાળકો જન્મે છે તે દરેક બાળકોના ફોટા પણ મંદિરમાં લગાવવામાં આવ્યા છે.

મેલડી માતાનું આ મંદિર આખું મધપૂડાથી ઢંકાયેલું છે, મંદિરની બહાર કે મંદિરની અંદર બધી જ જગ્યાએ મધપૂડા આવેલા છે પણ મેલડીમાતાની અસીમ કૃપા છે કે અત્યાર સુધી મંદિરમાં દર્શને આવતા કોઈ પણ ભક્તને એક પણ મધની માખી ભક્તોને કરડી નથી, મેલડી માતાના આવા ચમત્કારિક મંદિરમાં દર્શન માત્રથી જ ભક્તોની બધી જ સમસ્યાઓ દૂર થાય છે.