મૃત પત્નીએ પતિને આપેલ આ ૧૦ શિખામણો કઠણ કાળજું રાખી દરેક પતિ-પત્નીએ વાંચવી જોઈએ
નમસ્કાર દોસ્તો,કહેવાય છે કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.આપણા સુખે સુખી થનાર અને દુ:ખે દુ:ખી થનાર ધર્મપત્ની નહીં હોય ત્યારે આ દુનિયામાં કોઈ ભાવ નહીં પૂછે.કલ્પના કરો કે ૪૦-૫૦ વર્ષની ઉંમરે ધર્મપત્નીનું એટેકથી મૃત્યુ થાય અને ઘરમાં બાળકો મમ્મી-મમ્મી કરીને રડતા રહે,પરિવારના લોકો રડતા રહે, તે સમયે ધર્મપત્નીનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે મૂક્યો હોય તે વખતે તેનો પતિ એક ખૂણામાં છુપાઈને રડતો હોય છે તે વખતે ધર્મપત્નીનો આત્મા સ્મશાનમાં જતા જતા ૪૦-૫૦ વર્ષ સુધી પતિ સાથે રહી જે સુખ-દુખ એકબીજાને વેચ્યા તે ઘરમાં રહી જ્યારે પત્ની ઘર છોડી સ્મશાને જાય છે ત્યારે પતિને પત્નીનો મૃતદેહ શિખામણના શબ્દો કહે છે.
મિત્રો,કાળજું કઠણ રાખી આ શબ્દોને સાંભળજો,૧. પત્ની તેના પતિને કહે છે,મંડપ ચોરીના ચાર ફેરા આપણે બંને જે દિવસે સાથે ફરેલા એ દિવસે સાથે જીવવા-મરવાના વચન દીધેલા,પણ મને સ્વપ્નમાં પણ ખબર નહોતી કે આમ એકાએક વિખૂટા થવું પડશે….ચાલો હું જાઉં છું.
૨. મને ખબર છે તમને ડાયાબિટીસ-બીપી બંને છે એટ્લે ગળ્યું ખાવાનું ઓછું કરજો કારણ કે હવે તમારા હાથમાં જે મીઠાઈની ડિશ હશે તે મીઠાઈની ડિશને બળજબરીથી ઝૂંટવી લેનારું તમારી પાસેથી કોઈ નહીં હોય,માટે તમારું ધ્યાન રાખજો….ચાલોહું જાઉં છું.
૩. સવારે વહેલા ઉઠી દવા લેવાનું ભૂલતા નહીં, કદાચ ચા મોરી મળે તો વહુ પર ગુસ્સો કરતા નહીં કારણ કે હું નથી એવું સમજીને જીવજો….ચાલો હું જાઉં છું. ૪. હા બાળકોને વહુ ડરાવે તો જરાય ગુસ્સે થતા નહીં કારણ એ ગુસ્સાને ચૂપચાપ સાંભળી લેજો,એ ગુસ્સાને ગળી જનારી હું તમારી પાસે નહીં હોવ…ચાલો હું જાઉં છું.
૫. મારો રૂમાલ ક્યાં છે,મારી ચાવી ક્યાં છે,એવી ખોટી બૂમો પાડતા નહીં, આ બધુ જ વ્યવસ્થિત મૂકવાનું છે અને યાદ રાખવાની ટેવ પાડી લેજો,અને વહુને જો યાદ ન આવે તો સામેથી યાદ કરાવજો, વહુ જે જમવાનું આપે એ જમવાનું શાંતિથી જમી લે જો,મને ખબર છે મારી ગેરહાજરી તમને મુંજવશે,પણ શું કરૂ…. ચાલો હું જાઉં છું.
૬. ઘડપણમાં લાકડી લેવાનું ભૂલતા નહીં, અંધાળામાં ધીમે-ધીમે ડગલા માંડજો,કદાચ નીચે પડશો અને હાથ-પગ ભાંગશે તો તમારી સેવા કરવાવાળું કોઈ નહીં હોય માટે સાચવીને ચાલજો…ચાલો હું જાઉં છું. ૭. રાત્રે સૂતા પહેલા વહુ પાસે વેરાસર પાણીનો લોટો માંગી લેજો અને રાત્રે કદાચ ઊઠવું પડે તો અંધાળામાં અથડાતા નહીં,જરા સાચવજો….ચાલો હું જાઉં છું.
૮. ઊઠો,સવાર થઈ એવું કહેવાવાળું કોઈ નહીં હોય માટે તમારી જાતે ઉઠી જજો અને કોઈ તમને ઉઠાડવા આવશે એની રાહ ન જોશો…ચાલો હું જાઉં છું. ૯. પરણ્યા પછી સુખ-દુ:ખ વેઠી આપણે બંને સાથે રહ્યા અને લીલી વાડી બનાવી એ વાડીમાં ઉગેલા ફૂલડાની ફોરમ મળે કે ન મળે એની કોઈ આશા ન રાખશો… ચાલો હું જાઉં છું.
૧૦. છેલ્લે મે જિંદગીમાં તમારા જોડે એક છુપાવી છે બની શકે તો મને માફ કરજો, તમે મને આખી જિંદગી ઘર ખર્ચીના જે રૂપિયા આપતા હતા એ પૈસા બચાવી મે બચત ખાતું ખોલાવ્યું છે,આપણા ગામની પોસ્ટની અંદર મારા બચત ખાતામાં એક લાખ રૂપિયા જમા છે,એ એક લાખ રૂપિયામાંથી ૨૫ હજાર દીકરીને આપજો,૨૫ હજાર વહુને આપજો અને ૫૦ હજાર તમારી પાસે રાખજો કારણ કે ઘડપણમાં કામ લાગશે,પણ એક ભૂલ ક્યારેય ન કરતા.કોઈ મંદિરમાં દાન આપી મારી તકતી ક્યારેય ન લગાડતા કારણ મે તો આખી જિંદગી તમને ભગવાન માન્યા છે.મારી યાદ આવે તો મારા ફોટા જોઈએ લેજો,મારી જૂની યાદોને યાદ કરજો…ચાલો હું જાઉં છું.અમારી આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો વધુમાં વધુ શેર કરો.