મુકેશ અંબાણી ને જાન થી મારી નાખવાની ધમકી આપનાર પકડાયો? નામ જાણી ચોંકી જશો
દેશના ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનું જીવન શાંતિમય અને મોજશીખથી ભરેલું હશે, એવી આપણી સૌ કોઈ માન્યતા હોય છે પણ ખરેખર હકીકત એવી નથી. દેશના ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને તો મિનિટે મિનિટે ચિંતા અને ભય રહેતો હોય છે.હાલમાં જ જાણવા મળ્યું છે કે, મુકેશ અંબાણીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ઘટના પહેલીવાર નથી બની.
તમને જાણીને આશ્ચય થશે કે આ પહેલા વર્ષ 2013માં 2013માં હિજબુલ મુઝાહિદ્દીનથી ધમકી મળ્યા પછી એ સમયની મનમોહન સિંહની સરકારે મુકેશ અંબાણીને Z+ સિક્યોરિટી આપી હતી અને વર્ષ 3016માંનીતા આંબાણીને કેન્દ્ર સરકારે Y+ સિક્યોરિટી આપી છે. સૌથી મહત્વની વાતે છે કે, તેમના પરિવારના સભ્યને પણ મહારાષ્ટ્ર સરકાર તરફથી ગ્રેડેડ સુરક્ષા આપવામાં આવે છે.
હાલમાં જ ફેબ્રઆરી 2021માં એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી એક એસયુવી મળી હતી અને પત્રમાં મુકેશ અંબાણી અને તેમનાં પત્ની નીતા અંબાણીને ધમકી અપાઈ હતી. આ કેસમાં મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વઝેનું નામ સામે આવ્યું હતું. આજ રોજ એક તરફ દેશ આઝાદીનું પર્વ ઉજવી રહ્યો હતો ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં અફઝલ નામના વ્યક્તિ 9 વખત ફોન કરીને અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આવેલ.
આ ઘટના અંગે મુંબઈ પોલીસને જાણ કરી. DB માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી. હાલ માહિતી મળી છે કે સંદિગ્ધને દહિસર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો છે. આરોપી 56 વર્ષનો વિષ્ણુ વિભુ ભૌમિક છે અને તે વ્યવસાયે જ્વેલર્સ છે અને દક્ષિણ મુંબઈમાં તેની દુકાન છે તે દહિસરનો રહેવાસી છે.પોલીસે જણાવ્યું કે પ્રાથમિક પૂછપરછમાં કોલર માનસિક રીતે વિકલાંગ હોવાનું જાણમાં આવે છે. જો કે હાલ તેની વિસ્તૃતથી પૂછપરછ કરવામાં આવશે. હાલમાં અંબાણી પરિવાર અને એન્ટીલિયા પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો હતો