મુકેશ અંબાણીના દીકરાએ સોમનાથ મહાદેવ મંદિરમાં આપી આટલી મોટી ભેટ,જેની કીંમત કરોડો રૂપિયા….
એશિયાના સૌથી ધનિક પરિવારોમાંનો એક અંબાણી પરિવાર અવારનવાર ચર્ચામાં રહે છે.રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ભારતનું સૌથી પવિત્ર આદી જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પોહચ્યા હતા.તેમણે પહેલા શીશ ઝુકાવીને પૂજા અર્ચના કરી હતી.આ બાદ આ ખાસ મોકા ઉપર અનંત અંબાણીએ મંદિર ટ્રસ્ટને કરોડો રૂપિયાનું દાન અને
સુવર્ણ કળશ તેમજ મહાદેવની પૂજાની અંદર લેવાયેલા ચાંદીના વાસણો માટે લાખો રૂપિયાનું દાન કર્યું હતું.વિગતવાર જણાવીએ કે તાજેતરમાં જ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી સોમનાથ આવ્યા હતા.સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ અનંત અંબાણીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ગંગાજળ અભિષેક સાથે મહાપૂજા અર્ચના કરી હતી.
ત્યારબાદ તેમના હસ્તે મંદિર ટ્રસ્ટને દાન કરાયેલી સોનાથી મઢીત સુવર્ણ કળશની પૂજા કરવામાં આવી હતી.સાથે સાથે સોમનાથ મંદિર ટ્રસ્ટને 1.51 કરોડ રૂપિયાનું દાન, સોનાની કળશો અને મહાદેવની વિશેષ પૂજામાં લેવાતા ચાંદીના વાસણો માટે 90 લાખ રૂપિયાનું દાન અર્પણ કર્યું હતું.
આ ખાસ તકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્મૃતિ ભેટ આપીને મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.સાથે સાથે સોમનાથ મહાદેવ મંદિરના અધિકારીઓએ અનંત અંબાણીને આવકાર્યા હતા અને ત્યાર પછી અનંત અંબાણીએ મહાદેવજીના ખૂબ જ ભાવપૂર્વક દર્શન કર્યા હતા.
મંદિરના ટ્રસ્ટના જીએમ જયસિંહ ચાવડા જણાવ્યું હતું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને તેનો પરિવાર સોમનાથ મંદિરની સાથે ખૂબ જ અનોખો નાતો રહ્યો છે અને પરિવારના કોઈને કોઈ સભ્ય નિયમિત રીતે મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે.