મુંબઈના દરિયાકાંઠે છેલ્લા છ મહિનામાં આ બે યુવકોએ પોતાના જીવની પરવા કર્યા વગર ૭૯ ડૂબતા લોકોના જીવને બચાવીને નવું જીવનદાન આપ્યું.
ઘણા લોકોને આપણે જોતા હોઈએ છીએ જે તેમનું આખું જીવન બીજા લોકોની મદદ પાછળ જ વિતાવી દેતા હોય છે, આજે આપણે તેવા જ બનાવની વાત કરીશું, મુંબઈના ગિરગામ, દાદર, જુહુ, વર્સોવા, આકસા અને ગોરાઈ એમ મુંબઈનાં છ દરિયાકાંઠા વિસ્તારમાં વર્ષ ૨૦૨૨ની શરૂઆતથી અત્યાર સુધી ૭૯ લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા.
૪૭ અલગ અલગ ઘટનાઓમાં દ્રષ્ટિ લાઈફસેવિંગની ટિમ દ્વારા ડબલ અને ટ્રિપલ બચાવ પર કામગીરી પુરી પાડવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને મહાપાલિકા દ્વારા દરેક લોકોના જીવ બચાવવામાં આવ્યા હતાં, તેમાં મુંબઈના છ દરિયાકાંઠા પર સૌથી વધારે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે, તેથી છેલ્લા છ મહિનામાં આક્સામાં સૌથી વધારે ઘટનાઓ નોંધવામાં આવી હતી.
છેલ્લા છ મહિનામાં આક્સામાં ૩૬ ઘટનાઓ, જુહુમાં ૩૫ અને વર્સોવામાં ૭ અને ગોરાઈમાં ૪ ઘટનાઓ બની હતી. આ દરેક લોકોને બચાવવા માટે ફાયર બ્રિગેડના યુવાનોએ પોતાના જીવની પરવા કર્યા વગર ડૂબી ગયેલા લોકોના જીવ બચાવ્યા હતા અને આ ઘટનામાં બીજા પાંચ લોકોના મૃત્યુ થયા હતા, ફાયર બ્રિગેડના આ યુવકો દરિયાકાંઠા પર થતી કોઈ પણ ઘટનામાં કાયમ માટે સાથ આપતા હોય છે.
તેથી છેલ્લા છ મહિનામાં ત્રણ વ્યક્તિને સહાય કરવામાં આવી હતી અને એક વ્યક્તિને પ્રાથમિક ઉપચાર કરવામાં આવ્યો હતો, આ દરેક ફાયર બ્રિગેડના યુવકોને તાલીમ આપવામાં આવતી હોય છે,
આ દરેક યુવકોને તાલીમ આંતરરાષ્ટ્રીય એક્રેડિટેડ તાલીમ સંસ્થા સ્પેશિયલ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડેમી દ્વારા આપીને સર્ટિફાઈડ કરવામાં આવ્યા હતા, આથી આ દરેક યુવકો પોતાના જીવની ચિંતા કર્યા વગર બીજા લોકોના જીવ બચાવીને સેવાનું કામ કરે છે.