મિત્રો પાસે ન્યાય માટે મદદ માગીને વ્યક્તિ ટૂંકવાયું જીવન,કહ્યું વ્યાજખોરોએ મને ખૂબ જ હેરાન કર્યો,આવું નોટમાં લખી સુરતના વ્યક્તિએ ટૂંકાવ્યું જીવન….
વ્યાજખોરોનો આંતક રોકવા માટે સરકાર પગલાં લઇ રહી છે તે છતાં સુરતના કતારગામમાં શેર દલાલે સાતમા માળેથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું.આપઘાત કરતા પહેલા શેર દલાલે લખેલી સુસાઇડ નોટ મળી આવી છે.જેમા તેમણે વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.ચાર પાનાની લખેલી સ્યુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે કરોડો રૂપિયાનું લેણું પરત ન મળતા આપઘાત કર્યો હોવાનો આક્ષેપ થયો છે.
વ્યાજખોરો દ્વારા પણ દબાણ કરી માનસિક ત્રાસ ગુજારાતો હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ છે.પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.આ સાથે તમને જણાવીએ કે સ્યુસાઇડ નોટમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મિત્ર દક્ષેશ માવાણી પાસે ન્યાયની માંગણી કરવામાં આવી છે.
તમને જણાવીએ કે આ સ્યુસાઇડ નોટને તેઓએ ફેસબુક પર શેર કરી હતી.જેમાં તેઓએ લખ્યું છે કે હું સુસાઈડ આ લોકોના કારણે જ કરી રહ્યો છું.પોલીસથી વિનંતી છે.જેમાં ખાસ કરીને હર્ષભાઈને વિનંતી છે કે તે મારા પરિવારને પૂરો ન્યાય અપાવશો.મારા પરિવારને કોઈ હેરાન કરવા જોઈએ નહીં.મારા મિત્રોને અપીલ છે કે, મારા પરિવારની જોડે ઉભા રહે.
આ સુસાઈડ નોટ હું ફેસબુક પર ચડાવું છું.તમને જણાવીએ કે આ તસવીરો KPL Kumbhani નામના ફેસબુક એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે.વધુમાં જણાવવામાં આવ્યું છે કે હું દેવામાં આવી ગયો છું મેં શેરબજાર અને લોકોને વ્યાજે પૈસા અપાવ્યા હતા.એ લોકો હવે મને મારા પૈસા પરત આપી રહ્યા નથી.એ લોકોને મેં લાખો રૂપિયા આપ્યા છે.હવે મારી પાસે પૈસા નથી રહ્યા.
જેથી હવે આ લોકો મારી પાસેથી ઉઘરાણી કરે છે.એટલે મેં આ ત્રાસથી આવું પગલું ભર્યું છે.મેં વ્યાજે લીધેલા પૈસા શેરબજારમાં ભર્યા છે.આ લોકોને પરત આપવા માટે મારી પાસે કઈ નથી.મારા પરિવારની સલામતી માટે આ પગલું ભર્યું છે.હું બધાના નામ લખું છું.આ બધાને લીધે હું આવું કરવા માટે મજબૂર થયો છું.આ લોકોએ મને બહું હેરાન કર્યો છે.