માલિકના મૃત્યુ પછી વાછરડું સ્મશાને પહોંચ્યું અને ત્યાં જઈને માલિકની અર્થીની પ્રદક્ષિણા કરી રડવા લાગ્યું આ જોઈને હાજર બધા જ લોકોની આંખો ભીની થઇ ગઈ…
આજે વફાદારીના ઘણા કિસ્સાઓ આપણને જોવા મળે છે જેમાં આજે એક એવા જ કિસ્સા વિષે જાણીએ. આ કિસ્સો ઝારખંડના હજારીબાગમાં જોવા મળ્યો છે અહીંયા એક વાછરડા અને તેના માલિકના પ્રેમનું ઉદાહરણ જોવા મળ્યું છે.
આ પ્રેમને જોઈને હાજર બધા જ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. આ ઘટના હજારીબાગ જિલ્લાના ચોપારણ બ્લોકના પાપ્રોમાં શનિવારે બની હતી.અહીં આવેલા પાપરો ગામમાં રહેતા મેવાલાલનું મૃત્યુ થઇ ગયું હતું,
તેમને એક ગાય હતી જેને એક વાછરડું પણ હતું જેને ત્રણ મહિના પહેલા તેઓએ વેચી દીધું હતું અને હાલમાં મેવાલાલનું મૃત્યુ થઇ જતા આ વાછરડું ગામમાં આવી પહોંચ્યું હતું અને રડવા લાગ્યું હતું. સાથે સાથે મેવાલાલની અર્થી પાસે આવીને ઉભું થઇ ગયું હતું અને રડતું હતું.
આમ કપાળના ભાગે અને પગના ભાગે પણ સ્પર્શ કરતું હતું આ જોઈને બધા જ લોકો જોતા રહી ગયા હતા. આમ બધા જ લોકોએ આ દૃશ્યો જોઈને વફાદારી વિષે સમજી ગયા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર બધા જ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.
આમ આ વાછરડાએ પણ તેના માલિકના મૃતદેહની ફરતે પ્રદક્ષિણા કરી હતી.આમ બધા જ લોકોએ આ ઘટનાને ચમત્કાર ગણાવ્યો હતો કેમ કે ત્રણ મહિના પહલે આ વાછરડાને તેઓએ વેચી દીધું હતું આ ઘટના બન્યા પછી વાછરડું અહીંયા આવે છે અને આ ઘટના બને છે તે એક ચમત્કાર જેવું જ છે. આમ બધા જ લોકોએ આ વફાદારીના ઘણા વખાણ કર્યા હતા અને બધા જ લોકો આ દ્રશ્યો જોઈને ભાવુક પણ થઇ ગયા હતા.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.