માલપુરમાં ૧૧૬ વર્ષની ઉંમરના વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થતા પરિવારના લોકોએ વૃદ્ધની વાજતે ગાજતે ડીજેના તાલે અંતિમ યાત્રા કાઢી….
આપણે ઘણા કિસ્સાઓ અવનવા બનતા જોતા હોઈએ છીએ કે જયારે પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય એટલે ઘણા પરિવારના લોકો ધામધૂમથી વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો અરવલ્લીના માલપુરના કોયલીયા ગામમાંથી સામે આવ્યો હતો, આ ગામમાં રહેતા ૧૧૬ વર્ષના વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થઇ જતા તેમની અંતિમ યાત્રા ડીજેના તાલે કાઢવામાં આવી હતી.
આ વૃદ્ધ વ્યક્તિની અંતિમ યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા પણ હતા, આ વૃદ્ધ વ્યક્તિ છેલ્લા બે મહિનાથી બીમાર હોવાનું જાણવા મળ્યું હતું, આ વૃદ્ધ વ્યક્તિના પરિવારના લોકોએ નક્કી કર્યું હતું કે જયારે આ વૃદ્ધનું મૃત્યુ થઇ જાય એટલે તેમની અંતિમ યાત્રા વાજતે ગાજતે ડીજેના તાલે ભવ્ય રીતે કાઢવામાં આવશે, ત્યારબાદ થોડા સમયમાં આ વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થઇ જતા પરિવારના લોકોએ તેમની અંતિમયાત્રા ડીજેના તાલે વાજતે ગાજતે ધામધૂમથી કાઢી હતી.
માલપુરના કોયલીયા ગામમાં રહેતા સોમાભાઈ સુફરાભાઈ ખાંટનું બીમારીના કારણે ૧૧૬ વર્ષની ઉંમરમાં મૃત્યુ થઇ ગયું હતું, સોમાભાઇના મૃત્યુ બાદ પરિવારના લોકોએ નક્કી કરીને તેમની અંતિમયાત્રા ડીજેના તાલે વાજતે ગાજતે ભવ્ય રીતે કાઢી હતી, આવા કિસ્સાઓ મોટાભાગે લગભગ જ જોવા મળે છે, આથી સોમાભાઈના પરિવારના લોકોએ સોમાભાઇની અંતિમ યાત્રા ડીજેના તાલે વાજતે ગાજતે ભવ્ય રીતે કાઢી હતી.
હાલના ચાલી રહેલા સમયમાં આપણે ઘણા માણસોને જોતા હોઈએ છીએ જેમનું ૬૦ વર્ષની ઉંમરમાં પણ મૃત્યુ થઇ જતા હોય છે, અત્યારના સમયમાં જિંદગી કયારે પુરી થઇ જશે તે નક્કી જ નથી, ઘણા એવા પણ લોકો આપણે જોતા હોઈએ છીએ જે તેમનું જીવન તંદુરસ્ત રીતે જીવતા હોય છે એટલે તે લોકો ઘણીવાર સદીઓ પણ વટાવી દેતા હોય છે.
તેવી જ રીતે સોમાભાઈ પણ તેમનું જીવન સુખેથી જીવતા હતા અને હાલમાં છેલ્લા બે મહિનાથી બીમાર હતા અને ૧૧૬ વર્ષની ઉંમરમાં તેમની અંતિમ ઘડી આવી ગઈ અને પ્રભુને શરણ ચાલ્યા ગયા હતા, ત્યારબાદ પરિવારના લોકોએ નક્કી કરીને તેમની અંતિમ યાત્રા ડીજેના તાલે વાજતે ગાજતે ધામધૂમથી કાઢી તો તે દ્રશ્યો જોઈને દરેક લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા.