માલધારી સમાજના આંદોલનથી દૂધના ગ્રાહકોની દુકાનો પર પડાપડી,માલધારી સમાજના કનીરામ બાપૂએ પશુપાલકોને કરી આવી અપીલ
કોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી ઢોર પકડવાની અને તબેલા દૂર કરવાની કામગીરી સામે માલધારી સમાજ ધરણા પર ઉતર્યો છે.આ ધારણા વચ્ચે આજે મહાનગરપાલિકાએ ગેરકાયદે તબેલા દૂર કરવાની કામગીરી પર બ્રેક મારતા અનેક અટકળો શરૂ થઈ છે.માલધારી સમાજે સરકાર સુધી અવાજ પહોંચાડવા
આવતીકાલે રાજ્યની અનેક જગ્યાઓ પર માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ બંધ રાખી વિરોધ કરવાનું નક્કી કર્યું છે.જેથી આ નિર્ણયને ધ્યાનમાં લઇને અમદાવાદ,સુરત, રાજકોટ,સુરેન્દ્રનગર,વડોદરા સહીતના અનેક સ્થળોએ લોકોએ ડેરીઓ બહાર ધામા નાખ્યા છે.ઠેર ઠેર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી છે.આવતીકાલે દૂધ નહી મળે તેવી ભીતિને લઇને લોકોએ પડાપડી કરી છે.
તમને જણાવીએ કે આ હડતાલ પાછળનું કારણ એ છે કે, ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો ૨૦૨૨ સંપૂર્ણ નાબૂદ કરવો, ગીર બરડા આલેચના માલધારીઓના ૧૭૫૫૧ કુટુંબોને ST દરજ્જ પુનઃ સ્થાપિત કરવો, માલધારી – ગોપાલક મંડળીઓને મતનો અધિકાર જે રદ કરેલ છે તે પુનઃસ્થાપિત કરવો, ગુજરાત સરકાર ૧૦૦ પશુએ ૪૦ એકર ગૌચર નિયત કરવું તેના પર દબાણો દૂર કરવા,
નંદી વસાહત શહેરની બહાર પુનઃસ્થાપિત સહીતની માંગણી કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે દુધરેજ વડવાળા મંદિરના ગાદીપતિ,માલધારી સમાજના ગુરૂ પૂજય કની રામ બાપુએ માલધારીઓને આંદોલન દરમિયાન દૂધના ટેન્કરો ન રોકવા અને અમૂલ દૂધની વિતરણ વ્યવસ્થાને પણ ન અટકાવવા અપીલ કરી છે.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.