માલધારી પરિવારની બે દીકરીઓએ BSF ની આકરી ટ્રેનિંગ પુરી કરી આર્મીની વર્દી પહેરીને પહેલી વખત વતન આવી તો આખા ગામના લોકોએ મળીને બંને દીકરીઓનું જોરદાર સામૈયું કર્યું.
દેશમાં દીકરીઓ આજે બધા જ ક્ષેત્રે આગળ વધી રહી છે એમાં પણ ગુજરાતની દીકરીઓની જો વાત કરવામાં આવે તો આપણી દીકરીઓ આજે દેશની સેવા કરવા માટે ભારતીય સેનામાં જોડાઈ રહી છે. હાલમાં એક જ પરિવારની બે દીકરીઓએ દેશભરમાં પરિવારનું, સમાજનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
આ બંને દીકરીઓ એક જ પરિવારની બહેનો છે.બંને બહેનોના નામ અમીબેન ભરવાડ અને કૈલાસબેન ભરવાડ છે, જેઓ મોડાસાના સાગવા ગામની છે. આ બંને દીકરીઓએ એક વર્ષ પહેલા દેશની સેવા કરવા માટે BSF માં પસંદગી પામી હતી અને તેઓ હાલમાં તેમની BSF ની ટ્રેનિંગ પુરી કરીને માદરે વતન આવી છે.
તો આ બંને દીકરીઓનું ગામના, પરિવારના અને સમાજના લોકોએ ભેગા થઈને જોરદાર સ્વાગત કર્યું હતું.આ બંને દીકરીઓને ગામના લોકોએ જીપમાં બેસાડીને સામૈયું કર્યું હતું, પછી દીકરીઓને તિલક કરીને તેમને ફૂલ હાર પહેરાવ્યા હતા.
જયારે આ બંને દીકરીઓને આર્મીની વર્દીમાં પરિવારે જોઈ તો બધા જ લોકોની આખોમાં ખુશીના આસું આવ્યા હતા. આ બંને દીકરીઓ પણ તેમનો આવો આવકારો જોઈને ખુબ જ ખુશ થઇ ગઈ હતી.
આ દીકરીઓ પહેલા પરિવારને કામમાં મદદ કરી હતી અને જયારે તેઓની પસંદની BSF માં થઇ તો આખો પરિવાર ખૂબ જ ખુશ થઇ ગયો હતો. ગામના અને સમાજના લોકોએ આ દીકરીઓ પાસે આવીને ફોટાઓ પણ પડાવ્યા હતા.
તેમ જ બંને બહેનોને પહેલાથી જ દેશની સેવા કરવા માટે આર્મીમાં જોડાવવું હતું અને દેશની સેવા કરવી હતી અને બંને બહેનોની મહેનત રંગ લાવી અને આર્મીમાં જોડાઈને પરિવારનું નામ દેશભરમાં રોશન કર્યું.