‘મારા મૃત્યુ માટે…’, છેલ્લા વીડિયોમાં આવું કહીને આ ભારતીય મહિલાએ અમેરિકામાં પોતાનો જીવ આપ્યો,વિડીયો જોઈને તમે પણ રડી જશો….
ભારતીય મૂળની મહિલા મનદીપ કૌરે અમેરિકાના ન્યૂયોર્કમાં આત્મહત્યા કરી લીધી છે.તેના છેલ્લા વીડિયોમાં 30 વર્ષની મનદીપે પતિ અને સાસરિયાઓ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો.તે યુપીના બિજનૌર જિલ્લાની રહેવાસી હતી.મૃતકના પરિજનોએ મનદીપના મોત માટે જવાબદારોને ફાંસી આપવાની માંગ કરી છે.
મનદીપ કૌર બિજનૌરના તાહરપુર ગામની રહેવાસી હતી.અહીંથી થોડે દૂર બડિયા ગામમાં તેણીનું સાસરી છે. જ્યાં તેના સાસરીયાવાળા રહે છે.મનદીપના પરિવારજનોના જણાવ્યા અનુસાર મનદીપના લગ્ન 1 ફેબ્રુઆરી 2015ના રોજ બડિયા ગામના રહેવાસી મુખ્તાર સિંહના પુત્ર રણજોત વીર સિંહ સાથે થયા હતા.રણજોત તે સમયે શિપ કોર્પોરેશનમાં કામ કરતો હતો.
પરંતુ 2018ની શરૂઆતમાં તે નોકરી છોડીને મનદીપ સાથે ન્યૂયોર્ક ગયો હતો.ન્યુયોર્કમાં જ મનદીપે 6 વર્ષ પહેલા પુત્રી અલીશાને જન્મ આપ્યો હતો.4 વર્ષ બાદ તેણે ફરીથી પુત્રી અમરીનને જન્મ આપ્યો.બે દીકરીઓ થયા બાદ સાસરિયાવાળાઓએ મનદીપને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું.ખરેખર તે લોકોને મનદીપથી પુત્ર જોઈતો હતો.પતિ રણજોત નશાની હાલતમાં મનદીપને માર મારતો હતો અને તેને રૂમમાં બંધ રાખતો હતો.
ઘણી વખત તેણે મનદીપને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો.2021માં મામલો એટલો વધી ગયો કે ન્યૂયોર્કમાં તેના પતિ વિરુદ્ધ મારપીટ અને ઉત્પીડનનો કેસ દાખલ કરવામાં આવ્યો.જે બાદ મનદીપ અને તેના પરિવાર વચ્ચે સમાધાન થઈ ગયું.તે લોકોએ માફી માંગી અને મનદીપને ફરીથી હેરાન ન કરવાની શરતે સમાધાન કરવા સંમત થયા.
થોડા દિવસો સુધી બધું બરાબર ચાલ્યું પણ પછી એ જ સ્થિતિ ઊભી થઈ અને મનદીપની હેરાનગતિ શરૂ થઈ.ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં મનદીપની મારપીટના ઘણા વીડિયો સામે આવ્યા છે.
મારથી કંટાળીને મનદીપે આખરે આત્મહત્યા કરી લીધી.તેના છેલ્લા વીડિયોમાં મનદીપે તેની અગ્નિપરીક્ષાનું વર્ણન કરતાં કહ્યું કે મારા મૃત્યુ માટે મારા પતિ અને મારા સાસરિયાવાળા જવાબદાર છે.તેમણે મને જીવવા ન દીધી.છેલ્લા 8 વર્ષથી તે મને મારતો હતો.
મનદીપની બહેન કુલદીપ કૌરે જણાવ્યું કે મારા જીજા અને તેના સાસરિયાં મારી બહેનને ખૂબ હેરાન કરતા હતા કારણ કે તેને 2 દીકરીઓ હતી.જીજા કહેતા હતા કે મનદીપ ક્યારેય પુત્રને જન્મ આપી શકે નહીં.તેણી કહે છે કે તેણીના મૃત્યુના એક દિવસ પહેલા મનદીપે મને ફોન કર્યો હતો.તેણે કહ્યું હતું કે તેનો પતિ અને સાસરિયાં તેને હદથી વધુ હેરાન કરે છે.
તે તેના પતિથી ખૂબ ડરી ગઈ હતી અને આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો હતો.બીજા દિવસે એક વીડિયોમાં તે આત્મહત્યા કરવાની વાત કરે છે અને બાદમાં તે તેવું કરી જ દે છે.પરંતુ હું તેના પર વિશ્વાસ કરી શકી નહીં કારણ કે હું જાણતી હતી કે તેણી તે કરશે નહીં.તે ખૂબ જ મજબૂત હતી અને હું તેની સૌથી નજીક હતી.
મનદીપની બહેન કહે છે કે હું ભારત સરકારને વિનંતી કરું છું કે મારા જીજાને પણ ફાંસીની સજા આપવામાં આવે જેથી કરીને મનદીપની આત્માને શાંતિ મળે.તે મનદીપની બંને દીકરીઓની કસ્ટડી પણ લેવા માંગે છે.મનદીપ કૌરના મૃત્યુ બાદ બિજનૌરમાં સ્થિત ગામના લોકો પણ અસ્વસ્થ છે.સાથે જ તેના સાસરિયા પક્ષના લોકો ઘરને તાળું મારીને નાસી ગયા છે.હાલ પોલીસ સાસરિયા પક્ષના લોકોને શોધી રહી છે.
This is the story of abused NRI wife Mandeep Kaur. In her last video, the 30-year-old with two kids cited why she decided to give up on her life.
Watch yourself. #MandeepKaur #NewYork #DomesticViolence #NewsMo #RE pic.twitter.com/dSWZaSEgAH— IndiaToday (@IndiaToday) August 6, 2022