માયા ભાઈ આહિરના દીકરા ખરીદી વધુ એક નવી કાર,ઘરે ભેગી કરી છે આટલી બધી ગાડીઓ,ગાડીઓની કિંમત જાણીને આંખો પહોળી થઇ જશે….. – GujjuKhabri

માયા ભાઈ આહિરના દીકરા ખરીદી વધુ એક નવી કાર,ઘરે ભેગી કરી છે આટલી બધી ગાડીઓ,ગાડીઓની કિંમત જાણીને આંખો પહોળી થઇ જશે…..

માયા નામ આવે એટલે સૌ કોઈને એક વસ્તુ તો યાદ આવી જ જાય કે હવે હસી હસી ને પેટે પાટા આવી જવાના છે.માયાભાઈ આવે એટલે ડાયરામાં રોનક આવી જાય પોતાની મધુર વાણીથી માયા ભાઈ આખી રાત ડાયરો કરે અને સાંભળનાર ને ખબર પણ ના પડે કે હવે સવાર થવા આવી છે.માયાભાઈની વાણીમાં જાણે જાદુ છે.

માયાભાઈ આહિરે તેમના જીવનમાં ઘણા સંઘર્ષોનો સામનો કર્યો છે અને તેઓ ઘણી આર્થિક પરિસ્થિતિનો સામનો કરીને અને મહેનત કરીને પોતાના દમ પર ગુજરાતના પ્રખ્યાત કલાકાર બન્યા છે.આજે ભલે માયા ભાઈ એક વૈભવી જંદગી જીવતા હશે પરંતુ આ સુધી પોહચતાં પોહચતાં તેમને જેટલું સંઘર્ષ કર્યું છે તે જાણ્યા બાદ તમને થશે કે ભગવાન એ તેમને આટલું બધું આપ્યું તે તેમની મહેનત પ્રમાણે બરાબર છે.

આજે તેમનો પુત્ર જયરાજ આહિર પણ ખૂબ જ વૈભવી જીવન જીવી રહ્યો છે.માયાભાઈ આહીરનો પુત્ર એટલે કે જયરાજ આહીર હંમેશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેણે એક અઠવાડિયા પહેલા જ એક ખૂબ જ લક્ઝુરિયસ અને ચમકદાર નવી કાર ખરીદી છે.જેનો વીડિયો પણ તેને પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

જેમાં જયરાજ કાર સાથે ઉભા રહીને શાનદાર પોઝ આપતો જોવા મળે છે.સાથે જ શોરૂમમાંથી કવર હટાવી અને કાર લઈને જતો જોવા મળી રહ્યો છે.ખરીદેલી નવી ગાડી Mg Gloster છે અને તે કાળા કલરની છે.આ ખાસ ગાડીની કિંમત વિશે વાત કરવામાં આવે તો ભારતની અંદર અંદાજિત 37 લાખ થી લઈને 41 લાખ રૂપિયાની આસપાસ છે.

તમને એ પણ જણાવી દઈએ કે માયાભાઈ આહીર ના પુત્ર જયરાજ આહીર પાસે એક થી એક ચડિયાતી લક્ઝરીયસ ગાડીઓ છે.જેમાં Mercedes CLA 200,Humar H2,Toyota fortuner,Ford Endeavour,BMW X1,Audi Q3 થી લઈને એવી અનેક બ્રાન્ડેડ કંપનીની ગાડીઓ જોવા મળે છેએક સમય એવો હતો કે જ્યારે માયાભાઈ પાસે કંઈ પણ જ ન હતું પરંતુ તેમની મહેનત અને લોકપ્રિયતા થકી આજે આ ઉંમરે એમના દીકરાને પિતા તરફથી તેના દરેક સપનાઓ પૂર્ણ થાય છે.