મામા લાયા મોંઘેરું મામેરું, એકના એક બહેનના ભાણિયાના લગ્નમાં બે મામા ૭૧ લાખ રૂપિયા રોકડા, ૪૧ તોલા સોનુ અને ૫ કિલો ચાંદી આપીને મોંઘુ મામેરું ભર્યું….
કોઈ પરિવારમાં લગ્ન હોય તો આખો પરિવાર ખુબ જ ખુશ હોય છે અને લગ્નમાં થતી વિધિ અને રસમો નિભાવતા હોય છે. જેમાંથી એક એટલે મામેરું, મામેરું હંમેશા મામા લાવતા હોય છે પણ જો કોઈ બહેનને ભાઈ ના હોય તો તેમના ભાણિયાની માટે મામેરું તેમની બહેન લાવતી હોય છે.
હાલમાં એક એવું મોંઘેરું મામેરું ભરાયું છે જેની વિષે જાણીને તમે પણ ખુશ થઇ જશો.મામેરામાં મામા ૭૧ લાખ રૂપિયા રોકડા જેમાં ૫૦૦-૫૦૦ ની નોટો હતી અને ૪૧ તોલા સોનાના દાગીના સહીત ૫ કિલો ચાંદીના દાગીના લાવ્યા હતા અને મામેરું ભર્યું હતું.
આ મામા નાગૌરના છે, જયલ તહસીલ કેરાજોડના રહેવાસી મામાએ આ મામેરું ભર્યું હતું. મામાના નામ સતીશભાઈ અને મુકેશભાઈ છે, તેમના ભાણેજ આકાશના લગ્ન હતા.આકાશના લગ્ન સોનેલીમાં થયા છે, તો આ બંને મામા આકાશના માતાની વિધિ ભરવા માટે આવ્યા હતા.
એ સમયે આ બંને મામા બનીને મામેરું ભર્યું તો હાજર બધા જ લોકોની આંખો પહોળી થઇ ગઈ હતી. આ બંને ભાઈઓએ બહેનને ૭૧ લાખ રૂપિયા રોકડા, ૪૧ તોલા સોનુ અને ૫ કિલો ચાંદીના દાગીના લઈને આવ્યા અને મામેરું ભર્યું હતું.
આમ આ મામેરું જોઈને બધા જ લોકો ખુશ થઇ ગયા હતા, આમ મોટાભાઈ ઈરાકમાં અમેરિકન એમ્બેસીમાં નોકરી કરે છે. નાના ભાઈ ભારતીય સેનામાં છે, તેમની માતા પણ આ મામેરામાં હાજર રહ્યા હતા અને તેમનું નામ ગુલાબી દેવી છે.
આ ભાઈ બહેન જયારે નાના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થઇ ગયું હતું અને તેથી બહેન માટે આ ભાઈઓએ જ પિતા સમાન બન્યા હતા.તેથી જ આજે બંને ભાઈઓએ બહેનના ભાણિયાનું મામેરું આવી રીતે ભર્યું હતું.આમ આ બંને ભાઈઓએ તેમની એકના એક બહેનના ભાણીયા માટે મામેરું લઈને ગયા અને મામેરું ભર્યું તો બધા જ લોકો ખુશ થઇ ગયા હતા.
નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.