મામા ભાણાનું એકસાથે મૃત્યુ થઇ ગયું અને જયારે એકસાથે મામા ભાણાની અંતિમયાત્રા નીકળી તો આખું ગામ ચોધાર આંસુએ રડી પડ્યું… – GujjuKhabri

મામા ભાણાનું એકસાથે મૃત્યુ થઇ ગયું અને જયારે એકસાથે મામા ભાણાની અંતિમયાત્રા નીકળી તો આખું ગામ ચોધાર આંસુએ રડી પડ્યું…

આજે અમુક એવી ઘટનાઓ ઘટતી હોય છે કે જેનાથી પરિવારનો આધાર જ છીનવાઈ જતો હોય છે. આવી જ ઘટના હાલ મધ્યપ્રદેશના દેવરીથી સામે આવી છે. દિવસ દરમિયાન ઘણા એક્સીડંટના બનાવો બનતા હોય છે.જેનાથી ઘણા પરિવારો ઉજડી જતા હોય છે. દેવરીમાં આવી જ એક દુઃખદ ઘટના ઘટી છે. જેનાથી એક જ પરિવારના બે લોકોનું મૃત્યુ થઇ જતા પરિવારમાં સદાયની માટે માતમ છવાઈ ગયો છે. જ્યાં બીજાને બચાવવા જતા એક જ પરિવારના બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો.

હરિયાણાના મામા ભાણાની જોડી ટ્રક ડ્રાઈવરની નોકરી કરતા હતા. મામા ટ્રક ચલાવતા હતા અને ભાણો પણ તેમની સાથે ટ્રીપ કરવા માટે જતો હતો. ગઈકાલે મામા ભાણાની જોડી છતીસગઢથી માલ સામના ભરીને ટ્રક હરિયાણા જઈ રહ્યો હતો.ત્યાં એવામાં હાઇવે પર તેમની આગળ જતા કન્ટેનર અચાનક જ બ્રેક મારી પોતાનો ટ્રક રોકી દીધો. તો પાછળથી ટ્રક લઈને આવતા વ્યકતિએ પણ તેને બચાવવા માટે પોતાના ટ્રકને જોરદાર બ્રેક મારી.

ત્યાં બે ટ્રક વચ્ચે ખુબજ ભયકંર અકસ્માત થતા પાછળ થી આવતો ટ્રક કન્ટેનરમાં ઘૂસી ગયો. તેમાં બેસેલા મામા ભાણાનું ઘટના સ્થળેજ મૃત્યુ થઇ ગયું હતું. જયારે પરિવારને આ વાતની જાણ થઇ તો બધા જ લોકો ત્યાં આવી પહોંચ્યા હતા.અને તરત જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં જઈને ઘટનાની તપાસ હાથ ધરી હતી. એક જ સાથે મામા ભાણાનું મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

જયારે મામા ભાણાના મૃતદેહ તેમના ઘરે પહોંચ્યા ત્યારે આખું ગામ તેમને અંતિમ વિદાય આપવા માટે ત્યાં પહોંચી ગયાં હતાં. જયારે મામા ભાણાની એક સાથે અંતિમયાત્રા નીકળવાથી આખું ગામ ધૂસકે ધ્રુસકે રડી પડ્યું હતું. એક સાથે પરિવારના બે લોકોનું મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં સદાયની માટે માતમ છવાઈ ગયો.