મામાના ઘરે પહેલીવાર આવી રહેલી ભાણીનું મામાએ એવું ભવ્ય સ્વાગત કર્યું કે જાણે મામો આજે ભાણીનું મામેરું ભરી રહ્યો હોય. – GujjuKhabri

મામાના ઘરે પહેલીવાર આવી રહેલી ભાણીનું મામાએ એવું ભવ્ય સ્વાગત કર્યું કે જાણે મામો આજે ભાણીનું મામેરું ભરી રહ્યો હોય.

આજ સુધી તમે જોયું હશે કે દીકરાના જન્મ પર મોટી મોટી ઉજવણી કરવામાં આવતી હોય છે. દીકરો જન્મે તો પેડા અને દીકરી જન્મેતો જલેબી વેચવામાં આવે છે. હવે જમાનો બદલાઈ રહ્યો છે.

લોકો હવે દીકરો જન્મે કે દીકરી તેમાં કોઈપણ જાતનો ભેદભાવ કરતા નથી. ઉત્તરપ્રદેશથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઘરમાં દીકરીનો જન્મ થતા ખુબ મોટી ઉજવણી કરવામાં આવી.

પિતાએ તો ઉજવણી કરી પણ જન્મના થોડા દિવસો પછી જયારે ભાણી પોતાના મામાના ઘરે આવી તો મામાએ ભાણીનું એવું સ્વાગત કર્યું કે જાણે મામો આજે જ ભાણીનું મામેરું ભરતો હોય.

જયારે મામાને ખબર પડી કે તેમની ભાણી આ દિવસે તેમના ઘરે આવવાની છે. તો મામાએ ઘરે લગ્ન પ્રસંગ હોય એવી તૈયારીઓ કરી દીધી. ઘરે ઢોલ નગારા બોલાવવામાં આવ્યા હતા.

જેવી ભાણી મામાના ઘરે આવી કે મામો તેનું સ્વાગત કરવા માટે ઘરના દરવાજે જ ઉભા હતા. ભાણી આવી ત્યારે ઢોલ વાગવા લાગ્યા અને ફૂલોની માળા વડે તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

આરતી ઉતારવામાં આવી પછી મામા પક્ષના લોકોને ઢોલના તાલે ખુબજ ડાન્સ કર્યો અને ભાણીનું સ્વાગત કર્યું. પછી કુમ કુમ પગલાં પાડીને ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો આજુ બાજુના લોકો પણ જોવા લાગ્યા કે આ શું થઇ રહ્યું છે. કદાચ જ આવું સ્વાગત કોઈ મામાએ પોતાની ભાણીનું કર્યું હશે.