માનસિક રીતે અસ્વસ્થ ૪૦ વર્ષની દીકરીની માતાનું મૃત્યુ થઇ જતા તે નોધારી બની ગઈ હતી, એવામાં દીકરીના હાથમાંથી મળી આવ્યો એવો પત્ર કે વાંચનારની આંખો પણ ભરાઈ આવી.
દરેક માતા પિતા પોતાના જીવનના અંત સુધી પોતાના બાળકોની ચિંતા કરતા હોય છે. તે કયારેય પોતાના બાળકોને દુઃખી નથી જોઈ શકતા. આજે અમે તમને એક એવી કહાની વિષે જણાવીશું કે જે કહાની જાણીને તમારી આંખો માંથી આંસુ આવી જશે. પ્રેમાબાઈના ઘરે ઘણા સમય પછી એક દીકરીનો જન્મ થયો હતો. જયારે દીકરી મોટી થઇ ત્યારે તેમને જાણવા મળ્યું કે દિકરી માનસિક રૂપથી બીમાર છે.
માતા પિતાએ પોતાની દીકરીનું નામ મીગલા રાખ્યું હતું. મીગલા પોતાના માતા પિતાનું એકના એક સંતાન હતી અને ત્યારથી પ્રેમાબાઈને એક ચિંતા સતાવા લાગી કે મારા અને મારા પતિના મૃત્યુ પછી મારી દીકરીનું કોણ. દિવસો વીતતા ગયા તેમ માતાની ચિંતામાં વધારો થતો ગયો.
અચાનક પ્રેમબાઈના પતિનું મૃત્યુ થઇ જતા. હવે તેમની દીકરી માટે માતા એકલી જ હતી. માતાને ખબર હતી કે તે પણ હવે લાંબો સમય જીવવાની નથી. ત્યારે તેમની દીકરી ઉંમર ૪૦ વર્ષ હતી.
ઓ તેમને એક લેટર લખ્યો અને તેમાં લખ્યું હતું કે મારા મૃત્યુ પછી મારી દીકરીનું આ દુનિયામાં કોઈ નથી. માટે જો કોઈને પણ મારી દીકરી રસ્તા પર દેખાય તો તેને NGO માં મુકીયાવા માટે વિનંતી કરું છું.
આ પત્ર લખ્યાના થોડા દિવસોમાં પ્રેમાબાઈનું પણ મૃત્યુ થઇ ગયું અને દીકરી નોધારી થઇ ગઈ હતી. પાડોશીઓને પણ દીકરી પર ચિંતા થવા લાગી હતી કે આ દીકરીનું શું. એવામાં કોઈની નજર દીકરીના હાથમાં રહેલા પત્ર પર પડી અને જેને આ પત્ર વાંચ્યો એની આંખોમાં આંસુ આવી ગયા અને દીકરીને સારા એવા NGO માં મુકીયાવા મીગલા અત્યારે NGO માં પોતાનું જીવન જીવી રહી છે.
નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.