માનસિક બીમારીથી પીડાતો યુવક ૬ વર્ષથી બાવળીયાના ઝાડ નીચે રહી રહ્યો હતો તેની સ્થિતિ જોઈ ખજુરભાઈ તરત જ તેની મદદે દોડી આવ્યા અને યુવકનું આખું જીવન બદલી નાખ્યું…. – GujjuKhabri

માનસિક બીમારીથી પીડાતો યુવક ૬ વર્ષથી બાવળીયાના ઝાડ નીચે રહી રહ્યો હતો તેની સ્થિતિ જોઈ ખજુરભાઈ તરત જ તેની મદદે દોડી આવ્યા અને યુવકનું આખું જીવન બદલી નાખ્યું….

છેલ્લા બે વર્ષથી નીતિન જાની એટલે કે ખજૂરભાઈ અનેક લોકો માટે દેવદૂત બનીને આવ્યા છે જેમાં નીતિન જાનીએ અનેક ગરીબ લોકો ઘર તો અમુક ગરીબ લોકોને ગરમીમાં કુલર આપીને અનેક લોકોને મદદ કરી રહ્યા છે અત્યારે ગરીબ લોકો માટે નીતિન જાની દેવદૂત બનીને આગળ આવ્યા છે.

ત્યારે ફરી એક કામ નીતિન જાનીનું જાણીને દરેક લોકો ચોકી ઉઠશો.નીતિન જાની માનસિક પીડિત વ્હારે આવ્યા છે નીતિન જાની બોટાદના સરવા ગામે પહોંચ્યા છે.તેમને સરવા ગામે જઈને માનસિક બીમારીથી પીડિતને સાકારથી બાંધેલો જોયો હતો.

ત્યારે તેમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ૨૨ વર્ષના યુવાનને છેલ્લા ૬ વર્ષથી બાવરના ઝાડ સાથે બાંધીને રાખવામાં આવ્યો છે.ત્યારે નીતિન જાનીએ તે પરિવારની મુલાકાત પણ કરી છે.

જયારે નીતિન જાનીએ પરિવારને કહ્યું હતું કે માનસિક પીડિત વ્યક્તિ માટે તે ઘર બનાવાની મદદ કરશે આજે સમગ્ર ગુજરાત નીતિન જાનીને વધાવી રહ્યું છે.નીતિન જાનીએ અત્યારે તેમના માટે ઘર બનાવી રહ્યા છે સાથે લાઈટની પણ સુવિધા કરવાના છે અને પાણીની પણ સુવિધા કરવાના છે.

સાથે તે યુવકને માનસિક હોસ્પિટલમાં સારી સારવાર પણ કરાવશે.એક ૨૨ વર્ષના યુવકને સાંકળથી બાંધીને રાખવો તે એક દુઃખની વાત છે પરંતુ તેને છૂટો મુકવાથી તે ગામના લોકોને પરેશાન કરે છે.

જેના કારણે આજે ખજૂરભાઈ તેના માટે સારી સુવિધા કરવા માટે આવ્યા છે સાથે તેની સારવાર પણ કરવાના છે નીતિન ભાઈ તેમના ઘરે ગયાને તરત જ તેમને ઘર બનવાનું ચાલુ કર્યું હતું અને તે યુવક માટે બનતી દરેક મદદ કરશે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.