માતા હોસ્પિટલની બહાર દીકરાને ખોળામાં લઇ કલાકો સુધી બેઠી રહી…બેટા ઉઠ…બેટા ઉઠ…પણ દીકરાએ માતાના ખોળામાં જ દુનિયાને અલ્વિદા કહી દીધું…. – GujjuKhabri

માતા હોસ્પિટલની બહાર દીકરાને ખોળામાં લઇ કલાકો સુધી બેઠી રહી…બેટા ઉઠ…બેટા ઉઠ…પણ દીકરાએ માતાના ખોળામાં જ દુનિયાને અલ્વિદા કહી દીધું….

માતા પિતા માટે તેમાં બાળકો જ બધું હોય છે. અને જો પોતાના બાળકોને કઈ થઇ જાય તો તે ચેનથી નથી રહી શકતા પણ જબલપુરથી જે ઘટના સામે આવી છે તેને જાણીને તમારું હ્રદય પણ કંપી ઉઠશે. માતા પોતાના દીકરાને બોલાવતી રહી કે બેટા ઉઠી જા પણ દીકરો ઉઠ્યો જ નથી.

આ ઘટના જબલપુરની છે. જ્યાં ઋષિ નામના દીકરાની તબિયત બગડતા.તેની માતા અને મામા તેને સરકારી દવાખાનામાં લઈને આવ્યા હતા. જયારે પરિવાર દવાખાને પહોંચ્યો તો ત્યાં કોઈ ડોક્ટર જ હાજર નહતો.

પરિવાર કલાકો સુધી ડોકટરની રાહ જોઈને હોસ્પિટલની બહાર બેસ્યો રહ્યો. માતા પોતાના દીકરાને હોસ્પિટલની બહાર પોતાના ખોળામાં લઈને બેસી હતી અને દીકરાને સમય સર સારવારના મળી તો.

દીકરાએ પોતાના માતાના ખોળામાં જ દુનિયાને અલ્વિદા કહી દીધું. દીકરાનું મૃત્યુ થતા માતા પોતાના દીકરાના મૃત્યુને સહન ના કરી શકીએ ત્યાં જ પોક મૂકીને રડવા લાગી અને કહેવા લાગી કે બેટા ઉઠી જા, આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા દરેક લોકો ખુબજ ભાવુક થઇ ગયા હતા.

આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પણ વાઇરલ થતા.પ્રશાશન હરકતમાં આવ્યું હતું અને તપાસના આદેશો આપ્યા હતા. પરિવાર ગરીબ હતો એટલે સરકારી દવાખાને આવવું પડ્યું. દીકરાના મૃત્યુથી આજે આખા પરિવારમાં ખુબજ માટે છવાઈ ગયો છે. આજે દરેક લોકો આ પરિવાર માટે ન્યાયની માંગણી કરી રહ્યો છે. આ દ્રશ્ય જોઈને દરેક લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.