માતા-પુત્રી વરસાદથી બચવા માટે એક દુકાનના શેડ નીચે ઉભા રહ્યા હતા, પણ બન્યો એવો બનાવ કે માતા-પુત્રીનું મૃત્યુ થઇ ગયું, પુરી વાત જાણીને તમે પણ રડી જશો… – GujjuKhabri

માતા-પુત્રી વરસાદથી બચવા માટે એક દુકાનના શેડ નીચે ઉભા રહ્યા હતા, પણ બન્યો એવો બનાવ કે માતા-પુત્રીનું મૃત્યુ થઇ ગયું, પુરી વાત જાણીને તમે પણ રડી જશો…

ચોમાસાની ઋતુમાં વરસાદના પાણીમાં ડૂબવાના અને સાપ કરડવાના ઘણા બધા બનાવો બને છે. આ બનાવો બનવામાં ઘણા લોકોના મૃત્યુ પણ થઇ જતા હોય છે. હાલમાં થોડા સમય પેહલા એક એવો જ બનાવ બન્યો હતો અને તેમાં પાંચ લોકોના મૃત્યુ પણ થઇ ગયા હતા.

આપણે જાણીએ જ છીએ એવી રીતે વરસાદી માહોલમાં લોકો તેનાથી પલળી ના જવાય તેની માટે જો કોઈ વસ્તુ તેમની પાસે ના હોય તો તેઓ વરસાદ ચાલુ થાય એટલે ક્યાંય ઉભા થઇ જતા હોય છે. હાલમાં એક એવો જ બનાવ બની ગયો છે જેમાં આવી રીતે એક શેડની નીચે ઉભા રહેવાના કારણે કરંટ લાગવાથી એક સાથે પાંચ લોકોના મૃત્યુ થઇ ગયા હતા.

આ બનાવ ઉત્તરપ્રદેશના ઘણા વિસ્તારોમાં ઘણો વરસાદ વરસ્યો હતો અને તેમાં ગાઝીયાબાદના સિહાની ગેટ વિસ્તારમાં આવેલા રાકેશ માર્ગ પર સિંહ પેલેસ આવેલું છે અને એવામાં આજે સવારે દસ વાગ્યાની આસપાસ વરસાદને લીધે પાણી ભરાયા હતા.

એવામાં બે મહિલાઓ તેમના બાળકો સાથે શેરી નંબર-ત્રણમાં એક દુકાનના શેડની નીચે ઉભી રહી હતી અને એવામાં ત્યાં વીજ વાયરમાં સ્પાર્ક થયો હતો અને આ શેડમાં કરંટ પ્રસરી ગયો હતો.

જેથી તેની નીચે ઉભેલી મહિલાઓને અને તેમના બાળકોને કરંટ લાગ્યો હતો. આ કરંટ લાગવાથી પાંચ લોકોના મૃત્યુ થઇ ગયા હતા. આ અકસ્માત બન્યા પછી તરત જ વીજ બંધ કરવામાં આવ્યો હતો

અને બધા જ ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઇ જવાય હતા. જ્યાં બે બાળકો સુરભી, સિમરન, ખુશી, જાનકી, લક્ષ્મી આ પાંચેય લોકોના મૃત્યુ થઇ ગયા હતા. મૃતકોમાં સુરભી અને જાનકી માતા પુત્રી છે.