માતા-પિતા વગરના અનાથ બાળકો વિષેની જાણ થતાં ખજૂરભાઈ મોટા ભાઈ બનીને પોહચી ગયા અનાથ બાળકો પાસે કરી આ રીતે મદદ….. – GujjuKhabri

માતા-પિતા વગરના અનાથ બાળકો વિષેની જાણ થતાં ખજૂરભાઈ મોટા ભાઈ બનીને પોહચી ગયા અનાથ બાળકો પાસે કરી આ રીતે મદદ…..

દરેક લોકો ખજુરભાઈને તો જાણતા જ હશે, ખજુરભાઈએ અત્યાર સુધી ઘણા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને માનવતા મહેકાવી છે, ખજુરભાઈને જયારે પણ ખબર પડે કે આ વ્યક્તિ દુઃખી છે તો તરત જ ખજુરભાઈ તેમના ભાઈ કે દીકરો બનીને તેમની મદદ માટે પહોંચી જાય છે, અત્યાર સુધી ખજુરભાઈ એ ઘણા લોકોની મદદ કરીને તેમની વ્હારે આવ્યા છે.

હાલમાં ખજુરભાઈને બે અનાથ બાળકો વિષે માહિતી મળી તો ખજુરભાઈ એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર તરત જ બાળકો પાસે તેમની મદદ માટે પહોંચી ગયા હતા, આ બાળકો મૂળ ગુજરાતના છેલ્લા ગામના એટલે કે કુકરમુંડા ગામના રહેવાસી હતા, આ ગામમાં બે બાળકો રહે છે જેમાં એક ભાઈ અને એક બહેન છે. ભાઈનું નામ મયુર છે જે ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે.

બહેનનું નામ પૂજા છે જે સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. આ બંને ભાઈ બહેનના માતાનું બે વર્ષ પહેલા મૃત્યુ થઇ ગયું હતું અને પિતાનું દોઢ મહિના પહેલા મૃત્યુ થઇ ગયું હતું, તેથી આજે બંને ભાઈ બહેન એકલા રહીને પોતાનું જીવન જીવી રહ્યા હતા, આ બંને ભાઈ બહેન તેમનું બધું જ કામ જાતે કરીને અહીંયા રહેતા હતા.

જયારે આ બાળકો વિષે ખજૂરભાઈને જાણ થઇ તો તરત જ ખજુરભાઈ તેમના મોટા ભાઈ બનીને તેમની મદદ માટે આવી ગયા હતા. ત્યારબાદ ખજુરભાઈએ આ બંને ભાઈ-બહેનની પરિસ્થિતિ વિષે જાણ્યું તો ખજુરભાઈનું હૈયું પણ ભીની આંખે રડી પડ્યું હતું, ખજુરભાઈએ ભાઈ બહેનની પરિસ્થિતિ વિષે જાણીને ખજુરભાઈએ ભાઈ-બહેન માટે નવું ઘર બનાવવા માટેની તૈયારી ચાલુ કરી દીધી હતી.

તેની સાથે દીકરીએ એવું કહ્યું હતું કે મારે અભ્યાસ કરીને આગળ ડોક્ટર બનવું છે, કારણ કે માતા-પિતાની જેમ બીજા કોઈનું દવા વગર મૃત્યુ ના થઇ જાય. તે સાંભળીને ખજુરભાઈએ આ ભાઈ-બહેનની બધી જ જવાબદારી ઉપાડી લીધી અને પહેલા ઘર બનવાનું ચાલુ કરી દીધું હતું, ખજુરભાઈ આ બંને ભાઈ બહેનની બધી જ જરૂરિયાતો પુરી કરશે.

ખજુરભાઈએ આ ભાઈ બહેનનું ઘર દીકરીને પૂછી પૂછીને તેમને કેવી રીતનું ઘર જોઈએ છે એવું ઘર ખજુરભાઈએ બનાવવાનું ચાલુ કર્યું હતું, ભાઈ બહેનનું આ ઘર બનાવવા માટે ખજુરભાઈએ જાતે ઈંટો ઉપાડી હતી અને ખજુરભાઈએ બધા કામ જાતે કર્યા હતા, આમ આ બંને ભાઈ બહેનની બધી જ જરૂરિયાતો પુરી કરીને ખજુરભાઈ તેમની વ્હારે આવ્યા હતા.