માતા પિતા મૂકીને જતા રહયા તો આ 19 વર્ષનો નિરાધાર છોકરો. આજે મહેનત કરીને પોતાની રીતે જ પોતાનું ગુજરાન ચલાવે છે અને અભ્યાસ પણ કરે છે… – GujjuKhabri

માતા પિતા મૂકીને જતા રહયા તો આ 19 વર્ષનો નિરાધાર છોકરો. આજે મહેનત કરીને પોતાની રીતે જ પોતાનું ગુજરાન ચલાવે છે અને અભ્યાસ પણ કરે છે…

મિત્રો જે ઉંમરમાં બાળકોને માતા પિતાના સાથની જરૂર હોય અને તે ઉંમરમાંજ માતા પિતાનો સાથ છૂટી જાય તો એક બાળકને આ દુનિયામાં જીવવા માટે ગણી તકલીફોનો સામનો કરવો પડે છે. દિલ્હીના અનુરાગની કહાની પણ કઈ આવી જ છે. અનુરાગની ઉંમર અત્યારે 19 વર્ષ છે અને તે પોતાનું ગજરાન ચલાવવા માટે આજે રોડ પર વડા પાંઉની લાળી ચલાવે છે.

અનુરાગના માતા પિતા નથી. અત્યારે તે પોતાના મોટા ભાઈ સામના એક મિત્ર સાથે રહે છે. અનુરાગના પિતા તેને અને તેની માતાને ઘણા વર્ષ પહેલા જ મૂકીને જતા રહ્યા હતા અને 6 વર્ષ પહેલા અનુરાગને તેની માતા પણ કઈ જણાવ્યા વગર મૂકીને જતા રહ્યા હતા. ત્યારથી તેની માતાને તેને કોઈ પણ કોન્ટેક કરવાનો કોશિશ નથી કર્યો. એ સમયે અનુરાગની ઉંમર ખુબજ નાની હતી.

એક ગોપાલ નામના વ્યક્તિએ અનુરાગને પોતાની પાસે સહારો આપ્યો અને તને પાઉંભાજી અને વડાપાઉં બનાવવાની ટ્રેનિંગ આપી. આજે પોતાનું ગુજરાન ચલાવવા માટે અનુરાગ વડાપાઉંની લારી ચલાવે છે. સાથે સાથે પોતાના અભ્યાસની ખર્ચ પણ કાઢે છે. અનુરાગનું આખું જીવન સંઘર્ષ ભર્યું છે. તો પણ તેને હિંમત ન હારી અને આજે પોતાના પગ પર ઉભો છે.

જે બાળકોના માતા પિતા નથી હોતા તેમને પોતાના જીવનમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. આજે અનુરાગ પણ પોતાની મહેનતથી પોતાનું ગુજરાન ચલાવે છે. અનુરાગની ઈચ્છા છે કે તે આમાંથી જ પોતનો ધંધો મોટો કરે અને પોતાનું મોટું નામ કરે. અનુરાગ જેમની સાથે રહે છે. તે ગોપાલ ભાઈનું કહેવું છે કે અનુરાગને પૈસાની કોઈ લાલચ નથી તેને પોતાની મહેનતથી બસ નામ કમાવું છે.