માતા પિતા છેલ્લા ૪ દિવસથી પોતાની ૧૧ માં ધોરણમાં ભણતી દીકરીનો ફોટો હાથમાં લઈને રડી રહ્યા છે, પણ જયારે હકીકત સામે આવી ત્યારે કોઈને વિશ્વાસ જ ના થયો. – GujjuKhabri

માતા પિતા છેલ્લા ૪ દિવસથી પોતાની ૧૧ માં ધોરણમાં ભણતી દીકરીનો ફોટો હાથમાં લઈને રડી રહ્યા છે, પણ જયારે હકીકત સામે આવી ત્યારે કોઈને વિશ્વાસ જ ના થયો.

માતા પિતા માટે તેમના બાળકોથી ઉપર બીજું કોઈ નથી હોતું. જો બાળકોને કઈ થાય તો માતા પિતાનો જીવ અધ્ધર થઇ જાય છે અને તેજ બાળકો માતા પિતાથી વિખુટા પડી જાય તો તે માતા પિતાની શું વેદના હશે તેની કલ્પના જ કરવી જ મુશ્કિલ બની જાય છે. આ ઘટના હરિયાણાના કર્નાલની છે. જ્યાં મુસ્કાન રાબેતા મુજબ પોતાની શાળામાં જવા માટે ઘરેથી નીકળી હતી.

શાળાથી ઘરે આવવાનો સમય થયો તો પણ તે ઘરે પરત ન ફરતા માતા પિતાની ચિંતામાં વધારો થઇ ગયો હતો. માતા પિતાએ શાળા આમ તાપસ કરી તો જાણવા મળ્યું કે મુસ્કાન એ દિવસે શાળામાં આવી હતી પણ શાળા છૂટ્યા પછી તે ક્યાં ગઈ તેનું કોઈને ખબર નહતી. માતા પિતાએ તેની મિત્રો સાથે પણ વાત કરી તો પણ તેમને કઈ ખાસ એવી માહિતી મળી નહતી.

ત્રણ દિવસ થઇ ગયા તો પણ દીકરીની કોઈ અત્તો પત્તો ન લાગતા માતા પિતાન ખુબજ ચિંતા થવા લાગી હતી થોડી તાપસ કરતા જાણવા મળ્યું કે મુસ્કાનને સિંગર બનવું હતું માટે તે કદાચ કોઈને કહ્યા વગર મુંબઈ જતી રહી હોય મુસ્કાન ઘરેથી એક રૂપિયો પણ લીધા વિના ગઈ છે. માતા પિતાને ચિંતા થાય છે કે તેમની દીકરી સાથે કોઈ અનહોની ના થઇ ગઈ હોય.

આજના યુવાનો કોઈનું પણ વિચાર્યા વગર પગલાં લઇ લેતા હોય છે. તે માતા પિતાને કહી ને પણ પોતાના સપના પુરા કરી શકે છે, આવા પગલાં લેવાથી બીજા લોકોની ઊંઘ ઉડી જાય એનું શું. આજે મુસ્કાનના માતા પિતાની પણ કઈ આવી જ હાલત છે. તે કોઈપણ રીતે પોતાની દીકરીને ઘરે પરત લાવવા માંગે છે.