માતાપિતાએ પોતાની વ્હાલસોયી દીકરીના દૂધથી પગ ધોઈ દૂધ પીને ઘરમાં કુમકુમ પગલાં પડાવ્યા તો તે દ્રશ્યો જોઈને લોકો ભાવુક થઇ ગયા… – GujjuKhabri

માતાપિતાએ પોતાની વ્હાલસોયી દીકરીના દૂધથી પગ ધોઈ દૂધ પીને ઘરમાં કુમકુમ પગલાં પડાવ્યા તો તે દ્રશ્યો જોઈને લોકો ભાવુક થઇ ગયા…

આપણે દરેક લોકો જાણીએ જ છીએ કે દરેક માતા પિતા તેમના બાળકોને ખુબ જ પ્રેમ કરતા હોય છે અને દિવસ રાત મહેનત કરીને તેમની બધી જ ઈચ્છાઓ પુરી કરતા હોય છે, દરેક માતાપિતા તેમના બાળકોનો ઉછેર લાડપ્યારથી કરતા હોય છે, દરેક માતાપિતા તેમના બાળકો પાછળ જ તેમનું આખું જીવન વિતાવી દેતા હોય છે, ઘણા પરિવાર એવા પણ હોય છે જે દીકરા અને દીકરીમાં ભેદભાવ પણ રાખતા હોય છે.

હાલના ચાલી રહેલા સમયમાં ઘણી એવી પણ દીકરીઓ હોય છે જે પોતાના જીવનમાં આગળ વધવા માટે ઘણો સારો અભ્યાસ કરીને આગળ વધતી હોય છે અને માતાપિતાનું નામ ગર્વથી રોશન કરતી હોય છે, હાલમાં એક તેવી જ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી, આ વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળ્યું હતું કે એક માતાપિતા પોતાની બાળકીના પગ ધોતા જોવા મળ્યા હતા.

ત્યારબાદ તે માતાપિતાએ તે બાળકીના દૂધથી પગ ધોયા અને તે દૂધ તેના માતાપિતા પી ગયા હતા, તે પછી કંકુવાળી થાળીમાં દીકરીને પગ મુકાવીને સફેદ કપડામાં કંકુ પગલાં પણ પડાવ્યા હતા, આવા વિડીયો હાલમાં ઘણા સામે આવતા હોય છે, આ વાયરલ થયેલો વિડીયો જોઈને દરેક લોકો માતાપિતાના વખાણ કરી રહ્યા હતા. આ વાયરલ થયેલો વિડીયો અત્યાર સુધી લાખો કરતા પણ વધારે લોકોએ જોયો હતો.

આ વિડીયો જોઈને દરેક લોકો માતાપિતાના આ કામને જોઈને પ્રભાવિત થયા હતા. આથી દરેક પરિવારમાં માતાપિતા તેમના બાળકોને ખુબ જ પ્રેમ કરતા હોય છે અને તેમનો ઉછેર પણ ખુબ જ સારી રીતે કરતા હોય છે, હાલના ચાલી રહેલા સમયમાં પણ જયારે દીકરીનો જન્મ થાય એટલે પરિવારના લોકો દીકરીને ઘરે લાવે એટલે કુમકુમ પગલાં પડાવતા હોય છે અને વાજતે ગાજતે દીકરીનું ભવ્ય સ્વાગત કરતા હોય છે.