માતાનો અનોખો પ્રેમ રાજકોટમાં જોવા મળ્યો, ૨૫ વર્ષથી ખોવાયેલ દીકરો ઘરે પાછો આવશે તેની રાહમાં આજે પણ માતા પથારી પાથરે છે. – GujjuKhabri

માતાનો અનોખો પ્રેમ રાજકોટમાં જોવા મળ્યો, ૨૫ વર્ષથી ખોવાયેલ દીકરો ઘરે પાછો આવશે તેની રાહમાં આજે પણ માતા પથારી પાથરે છે.

આપણે ઘણા કિસ્સાઓ જોતા હોઈએ છીએ જ્યાં ઘણા બાળકો તેમના માતાપિતાથી વિખુટા પડી જતા હોય છે, તેથી માતા પિતા ખુબ જ દુઃખી થઇ જતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો સામે આવ્યો હતો, રાજકોટમાં ૨૫ વર્ષ પહેલા પોતાની કાકાની દીકરી સાથે સાઇકલ લઈને યાજ્ઞિક રોડ પર ફરવા ગયેલો બાળક હજુ સુધી ઘરે પરત ફર્યો ન હતો.

તેથી પરિવારના દરેક લોકો તેમના દીકરાની ખુબ જ ચિંતા કરી રહ્યા હતા, તેથી આજે પણ માતા પિતા તેમના વ્હાલસોયા દીકરાની રાહ જુએ છે અને આજે પણ તેમના દીકરા માટે પથારી પાથરે છે, આ બાળકની સાઇકલ પણ સાચવી રાખી છે, આ દીકરાના પચ્ચીસ વર્ષ થયા તો પણ કોઈ પત્તો મળ્યો નથી.

રાજકોટના આ માતાપિતાનું નામ રસિકભાઈ અને રસિલાબેન હતું, રસિકભાઈ અને રસિલાબેન પોતાના વ્હાલસોયા દીકરા મોહિલની આજે પણ રાહ જોઈ રહ્યાં છે. રસિકભાઈ અને રસિલાબેનને મોહીલને શોધવા માટે ઘણા બધા દેવ પૂજ્યા તો પણ આજ સુધી કોઈ પત્તો મળ્યો નથી, રસિકભાઈ અને રસિલાબેન આજે પણ એમ છે કે તેમનો દીકરો એકના એક દિવસ જરૂર આવશે તેવા સપના જોઈ રહ્યા છે.

રસિકભાઈ અને રસિલાબેન પોતાના જિંદગીના રોજિંદા કામોની સાથે આજે પણ તેમનો દીકરો મોહીલ જીવિત છે તેવા વિશ્વાસ સાથે તેના માટે દરરોજ પથારી પાથરે છે. આજે પણ રસિકભાઈ અને રસિલાબેન પોતાના દીકરાની રાહમાં એક જ ટાઈમ જમે છે અને તેમનો દીકરો મોહિલ પરત આવશે તેની રાહ જોઈ રહ્યા છે.

મોહીલ ૨૫ વર્ષ પહેલા ૨૧ મે ૧૯૯૭ ના રોજ પોતાના કાકાની દીકરી સાથે શહેરના યાજ્ઞિક રોડ પર મોહિલ કાકાની દીકરી ખુશ્બુ સાથે ડીએચ કોલેજ પાછળની જાગનાથ પોલીસ ચોકી સામે મોહિલ સાઇકલ લઈ રમવા માટે ગયો અને ત્યાંથી તે ખોવાઈ ગયો, તો આ ઘટનાની જાણ કાકાની દીકરીએ ઘરે આવીને પરિવારના લોકોને કરી તો આખા પરિવારમાં અરેહાટી સર્જાઈ ગઈ.