માતાને અચાનક પેટમાં દુખાવો થતા કોઈએ પણ એમ્બ્યુલન્સને ફોન ના કરી આપ્યો તો દીકરો માતાને હાથલારીમાં સુવડાવીને હોસ્પિટલમાં પહોંચ્યો પણ માતાનું મૃત્યુ થઇ ગયું… – GujjuKhabri

માતાને અચાનક પેટમાં દુખાવો થતા કોઈએ પણ એમ્બ્યુલન્સને ફોન ના કરી આપ્યો તો દીકરો માતાને હાથલારીમાં સુવડાવીને હોસ્પિટલમાં પહોંચ્યો પણ માતાનું મૃત્યુ થઇ ગયું…

જયારે પણ કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે અને વધારે બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે. પણ હાલમાં ઘણા એવા કિસ્સાઓ બને છે જેમાં સમયસર સારવાર ના મળવાને લીધે ઘણા લોકો તેમનો જીવ ગુમાવતા હોય છે. હાલમાં એક આવો જ દુઃખદ બનાવ બાયો છે.

આ કિસ્સો ઉત્તરપ્રદેશના શાહજહાંપુરથી જોવા મળ્યો છે, અહીંયા એક બીમાર વૃદ્ધ માતાને તેમનો દીકરો સારવાર માટે હાથલારીમાં લઈને ૪ કિલોમીટર ચાલીને સારવાર કરાવવા હોસ્પિટલ ગયો હતો પણ ત્યાં સુધી તો માતાનું રસ્તામાં જ મૃત્યુ થઇ ગયું હતું. કેમ કે આ દીકરાને સમયસર એમ્બ્યુલન્સ નહતી મળી અને તેથી જ તે તેની બીમાર માતાને સારવાર માટે હાથલારીમાં લઈને નીકળ્યો હતો.

આમ માતા હોસ્પિટલમાં પહોંચે તેની પહેલા જ રસ્તામાં આ દુનિયાને અલવિદા કહી ગઈ હતી. આ જોઈને બધા જ લોકો ઘણા દુઃખી થયા હતા કેમ કે માતાને સમયસર સારવાર નહતી મળી, આમ આ કિસ્સો થાણાના જલાલાબાદ શહેરનો છે. અહીંયા દિનેશ જેઓ તેમની માતા બીના દેવીને અચાનક પેટમાં દુખાવો થવા લાગ્યો હતો.

તો તેમને ઘણી તકલીફ પડતી હતી તો તેમના દીકરાને ફોનમાં બેલેન્સ નહતો તો એમ્બ્યુલન્સને બોલાવવા માટે લોકોને વિનંતી કરી પણ તેમની વાત કોઈએ સાંભળી નહીં. તેમની પાસે પૈસા પણ નહતા એટલે તેઓ તેમની માતાને દુખાવો વધતો હતો

એટલે તેમને લઈને દિનેશ એક હાથલારીમાં લઈને હોસ્પિટલ જવા માટે નીકળ્યા પણ રસ્તામાં જ માતાનું મૃત્યુ થઇ ગયું હતુ. દિનેશ જલાલાબાદની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યો પણ ત્યાં સુધી માતાનું મૃત્યુ થઇ ગયું હતું.