માતાનું મૃત્યુ થઇ જતા પિતાએ પોતાની અપંગ દીકરીનો સાથ છોડી દીધો, આખરે દીકરીને મળ્યો એવો ભાઈ કે તેને દીકરીનું જીવન સુધારી દીધું.
આજ સુધી તમે એવા ગણા કિસ્સાઓ સંભાર્યા અને જોયા હશે કે જેમાં બાળકો માતા પિતાનો સાથ છોડી દે છે. પણ આજે અમે તમને એવી એક દીકરી વિષે જણાવીશું કે આજે તેના પિતાએ તેનો સાથ છોડી દીધો અને તે આજે ખુબજ તકલીફમાં પોતાનું જીવન વિતાવવા માટે ખુબજ મજબુર બની છે.
આ દીકરીનું નામ લક્ષમણી કુમારી છે. લક્ષમણી કુમારી બિહારની રહેવાસી છે.૨૦૧૩ માં તેનું એક રોડ એક્સીડંટ થતા લક્ષમણી કુમારીનો એક હાથ અને પગ કામ નથી કરતો. માટે તે કોઈ કામ કરી શકે તેવી હાલતમાં નથી.
જયારે તેની માતા હતી ત્યારે તે તેનું ધ્યાન રાખતી હતી, પણ જયારે તેની માતાનું અવસાન થઇ ગયું. તો તેના થોડા સમય પછી તેના પિતાએ બીજા લગ્ન કરી લીધા. તેની નવી માતા તેનું બિલકુલ પણ ધ્યાન નહતી રાખતી.
તેની સાથે તેના પિતા પણ ખુબજ ખરાબ વર્તન કરતા હતા. અને તેને ઘરેથી નીકળી જવા માટે કહેતા હતા. આખરે તેનાથી કંટાળીને લક્ષમણી કુમારીએ ઘર છોડી દીધું અને અત્યારે તેનાથી કામ નહતું થતું હોવા છતાં તે બીજા ગામમાં ભાડાનું મકાન રાખીને એકલી જ પોતાનું ગુજરાન ચલાવે છે.
પોતાની શારીરિક સમસ્યાઓને લીધે તે કામ નથી કરી શકતી માટે દીકરી ગામમાં દાળ ચોખા માંગીને આજે પોતાનું ગુજરાન ચલાવવા માટે ખુબજ મજબુર બની ગઈ છે. દીકરીની આવી પરિસ્થિતિ જોઈને ગામના એક યુવાનનું દિલ પીગળી ગયું અને તેને આ દીકરીને જીવનભરની મદદ કરવાનું નક્કી કર્યું તેને દર મહિને જીવન જરૂરિયાતની બધી વસ્તુ તેના ઘરે આ યુવક પહોંચાડશે.