| |

માતાનું મંગળસૂત્ર વેચીને આ યુવક RTO માં ચલણ ભરવા ગયો તો યુવકની સ્થિતિ જાણીને ઓફિસરે પોતાના ખિસ્સામાંથી ૨૪,૫૦૦ રૂપિયાનું ચલણ ભરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું….

આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે તેમનું જીવન માનવતા ભર્યું જીવતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના આરટીઓ માંથી સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે એક યુવક માતાનું મંગળસૂત્ર વેચીને રીક્ષાનું ચલણ ચૂકવવા માટે આવ્યો હતો તો આરટીઓ ઓફિસરએ યુવક વિષે જાણીને તેમના પગારમાંથી ચલણના પૈસા ચૂકવ્યા હતા.

આ યુવકના પિતાની રીક્ષાનું ચલણ ૨૪,૫૦૦ રૂપિયા હતું અને બુધવારના રોજ મહારાજગંજ જિલ્લાની આરટીઓ ઑફિસમાં બન્યું એવું કે જેને જોઈને દરેક લોકો હચમચી ગયા હતા અને દરેક લોકો આરટીઓની પ્રશંશા કરીને વખાણ કરવા લાગ્યા હતા, આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે આ યુવકના પરિવારની આર્થિક સ્થિતિ ખુબ સામાન્ય હતી.

યુવકના પિતા પાસેથી ૨૪૫૦૦ રૂપિયાનું ચલણ કાપવામાં આવ્યું હતું. તેથી યુવકને આ ચલણ ભરવા માટે તેની માતાનું મંગળસૂત્ર પણ વેચ્યું તો પણ યુવક પાસે પૈસાની તંગી હતી, જ્યારે આ વાતની જાણ આરટીઓ આર.સી.ભારતીને થઈ ત્યારે તેમણે જાતે જ તેમના પગારમાંથી ચલનની રકમ ભરી દીધી હતી.

ત્યારબાદ આરટીઓ ઓફિસરે યુવકને આગળ ભણવા માટે પણ ઓફર કરી હતી, આ યુવક તળી ગામનો રહેવાસી હતો અને યુવકનું નામ વિજય હતું, જયારે વિજય આરટીઓ પહોંચ્યો ત્યારે તે ખુબ જ પરેશાન હતો તો તેને જોઈને આરટીઓ ઓફિસરે વિજયને પૂછ્યું કે શું થયું છે તને તો વિજયે જણાવ્યું કે મારા પિતા રાજકુમાર રીક્ષા ચલાવે છે.

તેમને એક આંખથી ઓછું દેખાય છે, તેથી રીક્ષાનું ચણન ૨૪૫૦૦ ભરવાનું હતું એટલે માતાનું મંગળસૂત્ર વેચ્યું તો પણ માત્ર ૧૩૦૦૦ હજાર રૂપિયા જ ભેગા થયા હતા અને પરિવારમાં છ બહેનો છે તે વાત સાંભળીને આરટીઓ ઓફિસર પણ ભાવુક થઇ ગયા અને ચલણની બધી જ રકમ ઓફિસરે ભરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

Similar Posts