માતાના મૃત્યુ પછી દીકરાને અવાર નવાર માતાની યાદ આવતી હતી તો દીકરાએ ઉઠાવી લીધું એવું પગલું કે આજે દીકરાને યાદ કરીને આખો પરિવાર રડી રહ્યો છે.
રોજબરોજ અવનવા ઘણા કિસ્સાઓ બનતા હોય છે, ઘણા કિસ્સાઓ તો એવા બનતા હોય છે કે લોકો દુઃખી થઇ જતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો પાટણના કાકોશી ગામમાંથી સામે આવ્યો હતો, આ ગામમાં રહેતા ૨૦ વર્ષના યુવાન દીકરાની માતાનું ચાર વર્ષ પહેલા મૃત્યુ થઇ ગયું હતું, તેથી દીકરાએ પણ માતાની યાદમા પોતાનું જીવન ટૂંકાવવાના પ્રયાસો કર્યા હતા.
આ ઘટનાની જાણ પરિવારના લોકોને થઇ તો તરત જ દીકરાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, ત્યાં સારવાર દરમિયાન જ દીકરાનું મૃત્યુ થઇ ગયું હતું, આ ઘટનાની જાણ કાકોશી પોલીસને થઇ તો તરત જ પોલીસે તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી, આ ઘટના વિષે વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં વિસ વર્ષનો એક યુવાન દીકરો રહેતો હતો.
આ દીકરાનું નામ સુરેશ બળવંતભાઇ હતું, સુરેશએ આઇટીઆઇનો અભ્યાસ કર્યો હતો. સુરેશની માતાનું ચાર વર્ષ પહેલા મૃત્યુ થઇ ગયું હતું, તેથી સુરેશ તેના પિતા અને નાના ભાઇ સાથે રહેતો હતો, તેથી સુરેશના માથે રસોઇ અને ઘર કામની બધી જ જવાબદારી આવી ગઇ હતી. તેથી સુરેશ તેની માતાને ખુબ જ યાદ કરતો હતો.
તેથી સુરેશએ તેની માતાની યાદમાં સોમવારના રોજ તેના ગામના વાડામાં જીવન ટૂંકાવવાના પ્રયાસો કર્યા તો તાત્કાલિક જ સુરેશને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યાં સારવાર દરમિયાન જ સુરેશનું મૃત્યુ થઇ ગયું હતું, આ ઘટનાની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બધી તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી.