માતાના આંચલમાં મોટી થયેલી દીકરી તેનાથી ઝૂલો બનાવીને રમતી હતી પણ ત્યારે થયું એવું કે એજ સાડીને લીધે આ દીકરી દુનિયાને અલવિદા કહી ગઈ. – GujjuKhabri

માતાના આંચલમાં મોટી થયેલી દીકરી તેનાથી ઝૂલો બનાવીને રમતી હતી પણ ત્યારે થયું એવું કે એજ સાડીને લીધે આ દીકરી દુનિયાને અલવિદા કહી ગઈ.

અવાર નવાર ઘણી વખતે માતા-પિતાની આંખો સામે જ તેમના બાળકોના મૃત્યુ થઇ જતા હોય છે અને આવા કિસ્સાઓ વિષે જાણીને આપણને ઘણું દુઃખ પણ લાગતું હોય છે. હાલમાં એક એવો જ કિસ્સો ઇન્દોરમાં બન્યો છે જ્યાં માતાના આંચલમાં મોટી થયેલી રમેલી દીકરીનું મૃત્યુ થઇ ગયું હતું.આ કિસ્સો ચંદન નગરનો છે અને અહીંયા રહેતા એક પરિવારમાં નવ વર્ષની દીકરી માતાના અંચલથી ગળું દબી જતા તેનું મૃત્યુ થઇ ગયું હતું.અહીંયા પંચમૂર્તિ નગરમાં રહેતા શિશુપાલ ચૌધરીની દીકરી બપોરના સમયે ઘરમાં આ દીકરી રમતી હતી અને ત્યારે જ આ દીકરીની માતા તેના દીકરા સાથે હતી.

એવામાં જ આ દીકરીએ તેની માતાની સાડીનો ઝૂલો બનાવ્યો હતો અને તેમાં આ દીકરી ઝૂલતી હતી અને અચાનક જ આ ઝૂલામાં આ દીકરી એવી રીતે ફસાઈ ગઈ કે તેની ગરદન જ તેમાં ફસાઈ અને તે શ્વાસ ના લઇ શકી.

થોડી વાર પછી માતા ત્યાં આવી અને દીકરીને આવી રીતે જોઈને પહેલા તો માતા રડી પડી અને પછી બધા જ લોકોએ ભેગા થઈને દીકરીને તરત જ હોસ્પિટલમાં પહોંચાડી પણ ત્યાં તેનું મૃત્યુ થઇ ગયુ હતું. આ દીકરીના પિતા શાકભાજીનો ધંધો કરે છે અને પરિવારમાં એક જ પુત્ર છે અને આ પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો છે.

આ ઘટના વિષે પોલીસ પણ આવી અને બધી તપાસ કરી હતી.જેથી ખાસ કરીને બધા જ લોકોએ આ વસ્તુઓનું ધ્યાન રાખવા જેવું છે નહિ તો આવા બનાવો બની જશે અને પછી તેનું દુઃખ આપણને આખી જિંદગી સુધી થયા જ કરશે. બધા જ લોકોએ કપડાંઓને જ્યાં ત્યાં ના રાખી દેવા તેને બરાબર રીતે મુકવા જોઈએ નહિ તો આવા બનાવો બની શકે છે.