માતાથી વિખુટા પડેલા બાળકનું પોલીસે મિલન કરાવ્યું તો બાળક પોલીસની વર્દી જોઈને ઈશારાથી અધિકારીની ખુરશીમાં બેસવાનું કહ્યું તો પોલીસે બાળકની ઈચ્છા પુરી કરી. – GujjuKhabri

માતાથી વિખુટા પડેલા બાળકનું પોલીસે મિલન કરાવ્યું તો બાળક પોલીસની વર્દી જોઈને ઈશારાથી અધિકારીની ખુરશીમાં બેસવાનું કહ્યું તો પોલીસે બાળકની ઈચ્છા પુરી કરી.

આપણે હાલમાં ઘણા એવા કિસ્સાઓ જોતા હોઈએ છીએ જ્યાં ઘણા બાળકો તેમના માતાપિતાથી વિખુટા પડી જતા હોય છે, તેથી માતાપિતા તેમના બાળકોની ખુબ જ ચિંતા કરતા હોય છે અને દુઃખી થઇ જતા હોય છે, હાલમાં એક તેવી જ ઘટના સામે આવી હતી, આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ખોડિયાર મંદિરમાં માતા સાથે દર્શન કરવા આવેલું એક બાળક તેની માતાથી વિખૂટું પડી ગયું હતું.

તેથી માતા ખુબ જ દુઃખી થઇ ગઈ હતી, ત્યારબાદ માતાએ આ ઘટનાની જાણ સિહોર પોલીસને કરી તો તરત જ સિહોર પોલીસે માતાથી વિખુટા પડેલા બાળકની શોધખોળ કરવાની શરૂ કરી અને બાળકને શોધીને તેની માતાને સોંપીને પોલીસે માતા અને બાળકનું મિલન કરાવ્યું.

તે સમયે આ બાળક માતા તેની માતા પાસે જઈ રહ્યું ન હતું અને તે પોલીસ પાસે જ રહેવા માંગતું હતું અને તેના જીભના ઈશારાથી પોતાની અધિકારી બનવાની ઈચ્છા પોલીસને જણાવી તો પોલીસે આ બાળકને અધિકારી બનાવીને તેની ઈચ્છા પુરી કરી હતી. આ બનાવ વિષે વધુ માહિતી જાણવા મળ્યું હતું કે રાજપરા ખોડિયાર મંદિરમાં મીનાબેન તેમના દીકરા તેજસને લઈને દર્શન કરવા માટે આવ્યા હતા.

ત્યાં તેજસ તેની માતાથી વિખૂટો પડી ગયો તો મીનાબેનએ આ વાતની જાણ પોલીસને કરી તો તાત્કાલિક જ પોલીસે તેજસની શોધખોળ કરવાની શરૂ કરી અને પોલીસે તેજસની શોધખોળ કરીને માતાને સોંપ્યો

તો તેજસ તેની માતા પાસે જવાને બદલે પોલીસ પાસે જ રહ્યો અને તેને ઈશારામાં કહ્યું કે મારે અધિકારીની ખુરશીમાં બેસવું છે તો પોલીસે ટોપી પહેરાવીને તેજસની પોલીસ બનવાની ઈચ્છા પુરી કરી.