માતાજીની આરતી પછી યુવતીએ બતાવી પોતાની તાકાત,ચેઇન તોડીને ભાગી ગયેલા બે યુવકોને પકડીને કરી આવી હાલત,જુઓ વિડીયો

બિહારના મુંગેરમાંથી એક મહિલાનો વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.વિડીયો જોયા બાદ લોકો મહિલાની બહાદુરીની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.મહિલાએ એકલા હાથે તેના ગળામાંથી સોનાની ચેઈન ચોરનાર બે ચોરોને પકડી લીધા હતા.એટલું જ નહીં મહિલા બંનેને માર મારતાં પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.મહિલાની આ હિંમત જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

આ મામલો મુંગેર શહેરી વિસ્તારના બાટા ચોકનો છે.તમને જણાવીએ કે કોઈએ આ સમગ્ર ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરીને વાયરલ કરી દીધી હતી.હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો છે.આ બહાદુર મહિલાનું નામ અપર્ણા કુમારી છે.તે ભાગલપુરની રહેવાસી છે.અપર્ણાએ જણાવ્યું કે ગુરુવારે તે દુર્ગા માતાના દર્શન કરવા મુંગેર ગઈ હતી.

આરતી પૂરી થયા બાદ તે બાટા ચોકમાં ઉભી હતી ત્યારે બે ચોરોએ તેના ગળામાંથી સોનાની ચેઈન ખેચી લીધી હતી.ત્યારબાદ અપર્ણાએ હિંમત બતાવી બંને ચોરોને સ્થળ પર જ પકડી લીધા.ત્યારબાદ તેણે બંનેને માર માર્યો હતો.જ્યારે તેણે ચોર પાસેથી તેની સોનાની ચેઈન માંગી તો બંને ચોરોએ ચેઈન લીધી હોવાની ના પાડી દીધી હતી.

ત્યારપછી અપર્ણા ફરી ગુસ્સે થઈ ગઈ અને બંને ચોરને રસ્તા પર ખેંચીને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી.જોકે આ દરમિયાન લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ટોળાના ઘણા લોકોએ બંને આરોપીઓને માર પણ માર્યો હતો.

પોલીસ અધિકારી રણજીત કુમારે જણાવ્યું કે એક મહિલા બે લોકોને સોનાની ચેઈન છીનવી લેવાના આરોપમાં પોલીસ સ્ટેશન લઈ આવી છે.બંનેની તપાસ કરવામાં આવી રહી છે.પરંતુ બંને પાસેથી સોનાની ચેઈન મળી આવી નથી.તેમણે કહ્યું કે બંનેની સખત પૂછપરછ કરવામાં આવી રહી છે.બે આરોપીઓમાંથી એક ખગરિયા જિલ્લાનો રહેવાસી છે અને બીજો મુંગેરના નૌવાગઢીના બજરંગબલી ચોકનો રહેવાસી છે.

Similar Posts