માતાએ પેટે પાટા બાંધીને દીકરાને ભણાવ્યો તો દીકરાએ પણ સખત મહેનત કરીને SDM અધિકારી બનીને માતાનું અધૂરું સપનું પૂરું કર્યું. – GujjuKhabri

માતાએ પેટે પાટા બાંધીને દીકરાને ભણાવ્યો તો દીકરાએ પણ સખત મહેનત કરીને SDM અધિકારી બનીને માતાનું અધૂરું સપનું પૂરું કર્યું.

બધા જ લોકો દિવસે અને દિવસે તેમના અભ્યાસમાં વધારે ધ્યાન આપતા હોય છે અને આજના સમયમાં બધા જ યુવકો અને યુવતીઓ અભ્યાસ પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે. આજે આપણે એક એવા જ અધિકારી વિષે જાણીએ જેમના પરિવારના લોકોએ ઘણી મહેનત કરી છે અને તેમની મહેનત પછી આ યુવક અધિકારી બન્યા છે.

દરેક બાળકોના માતા-પિતા એવું જ ઇચ્છતા હોય છે કે તેમના બાળકો મોટા થઈને સારી એવી નોકરી કરે કે પછી ધંધો કરે. હાલમાં રાજસ્થાનના સીકર જિલ્લાના ખંડેલા વિસ્તારના દુલ્હેપુરામાં રહેતા શાંતિ દેવીને પાંચ બાળકો હતા. જેમાં તેઓએ તેમના બાળકોને ભણાવવાનું નક્કી જ કરી લીધું હતું અને ભણાવી ગણાવીને અધિકારી બનાવવા હતા.

તેની માટે શાંતિ દેવીએ સખત મહેનત કરી હતી અને સાથે સાથે તેમના બાળકોને એવું પણ કહેતી હતી કે એક વખતે ભણી ગણીને નોકરી મેળવી લો આવી મહેનત નહિ કરવી પડે. ઘણા દિવસો સુધી શાંતિ દેવી પાસે

તેમના બાળકોની ફી ભરવાના પણ પૈસા નહતા પણ તેઓએ હિંમત હરિ નહતી. સાથે જ દિવસ રાત મહેનત કરતા અને કેટલીય વખતે તેઓએ તેમની ઘણી વસ્તુઓ વેચીને પણ બાળકોની ફી ભરી છે.એવામાં તેમના દીકરા હુકમીચંદે તેમની માતાનું સપનું પૂરું કર્યું છે તેઓ પહેલાથી જ ભણવામાં હોશિયાર હતા. તેઓએ ૧૨ માં ધોરણ સુધી ટોપ કર્યું અને પછી આગળ સાયન્સ શાળામાં અભ્યાસ કરીને ઇન્ટરમીડિએટ કર્યું અને તેમાં સારો રેન્ક મેળવ્યો હતો.

પછી તેઓએ બીટેક પણ કર્યું અને ત્યારે તેઓએ નક્કી કરી લીધું કે તેમને હજુ આગળ વધવું છે. તો તેઓએ વર્ષ ૨૦૧૮ માં આ પરીક્ષા આપીને ૧૮ મોં રેન્ક મેળવીને SDM અધિકારી બનીને માતાએ જોયેલું અધૂરું સપનું પૂરું કર્યું.