માતાએ દીકરાને ગ્લાસમાં ફટાકડો ફોડવાની ના પાડી તો પણ દીકરો ના માન્યો એટલામાં થયું એવું કે આજે આખો પરિવાર દીકરાને યાદ કરીને પોંખ મૂકીને રડી રહ્યો છે. – GujjuKhabri

માતાએ દીકરાને ગ્લાસમાં ફટાકડો ફોડવાની ના પાડી તો પણ દીકરો ના માન્યો એટલામાં થયું એવું કે આજે આખો પરિવાર દીકરાને યાદ કરીને પોંખ મૂકીને રડી રહ્યો છે.

દરેક બાળકો માટે માતા પિતા બધું જ હોય છે, માતા પિતા પોતાના બાળકોને કયારેય દુઃખી જોઈ શકતા નથી, ઘણીવાર માતા પિતા પોતાના બાળકોનું સારું કરવા માટે ઠપકો આપતા હોય છે પણ ઘણીવાર માતાપિતાનો તે ઠપકો બાળકો માનતા નથી અને ન કરવાનું કરી બેસતા હોય છે, તેનાથી આખો પરિવાર ખુબ જ દુઃખી થઇ જતો હોય છે.

આજે આપણે એક તેવા જ પરિવારની વાત કરીશું, આ પરિવાર મધ્યપ્રદેશના ઉજૈનમાં રહેતો હતો, ઉજ્જૈનના આ પરિવારમાં બની હતી એવી ઘટના કે દિવાળીની બધી જ ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી, આ પરિવારમાં રહેતો રિતિક ગરીબ પરિવારનો દીકરો હતો અને તેના માતા પિતા મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

દિવાળીનો તહેવાર હોવાથી રિતિક ફટાકડા ફોડી રહ્યો હતો એટલામાં રિતિકની માતા આવી તો તેને દીકરાને સ્ટીલમાં ગ્લાસમાં ફટાકડા ફોડવાની ના પાડી અને કહ્યું કે બેટા ગ્લાસમાં ફટાકડા ના ફોડ નહીં તો તને વાગી જશે, તે કહીને માતા પોતાના કામમાં વ્યસ્ત થઇ ગઈ અને પિતા પણ કોઈ કામ હોવાથી ઘરની બહાર ગયા હતા.

તેટલામાં તો રિતિક કોઈ જગ્યાએથી સ્ટીલનું પાલુ અને બોમ લઈને આવ્યો અને પાલામાં બોમ મૂકીને રિતિક થોડો દૂર ઉભો રહીને જોઈ રહ્યો કે હવે શું થશે અને જેવો બોમ ફૂટ્યો તેવો સ્ટીલના ગ્લાસનો એક ટુકડો ઉડ્યો અને તેને વાગ્યો તો રિતિકને ત્યાંને ત્યાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ત્યારબાદ આ ઘટનાની જાણ પરિવારના લોકોને થઇ તો તરત જ પરિવારના લોકો દીકરાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા અને ત્યાં સારવાર દરમિયાન હોસ્પિટલના ડોકટરોએ રિતિકને મૃત જાહેર કર્યો હતો, દીકરાના મૃત્યુ બાદ આખા પરિવારમાં માતમ માતમ છવાઈ ગયો તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું અને દીકરાના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ દિવાળીની બધી જ ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ.