માં રાંદલ અહીં શ્રી ફળમાં સાક્ષાત બિરાજમાન છે, દિવસેને દિવસે તે શ્રીફળ મોટું થઇ રહ્યું છે… – GujjuKhabri

માં રાંદલ અહીં શ્રી ફળમાં સાક્ષાત બિરાજમાન છે, દિવસેને દિવસે તે શ્રીફળ મોટું થઇ રહ્યું છે…

મિત્રો આજે અમે તમને એક એવા ધામ વિષે જણાવીશું કે જ્યાં માતાજી શ્રી ફળમાં સાક્ષાત બિરાજમાન છે. આ મંદિર અમરેલી જિલ્લાના દડવા ગામે આવેલું છે અહીં માતા રાંદલ શ્રીફળ સ્વરૂપે બિરાજમાન છે. આ ધામનો મહિમા આખા ગુજરાતમાં ફેલાયેલો છે.

માટે આ ધામને આખા ગુજરાતમાં રાંદલ ધામ તરીકે ઓળખવામાં આવે છે. અહીં રાંદલ માતા સાક્ષાત સ્વરૂપમાં પ્રગટ થયા હતા.આજથી હજારો વર્ષ પહેલા રાંદલ માતા અહીં પ્રગટ થયા હતા અને આખા દડવા ગામમાં લોકોનો ઉદ્ધાર કર્યો હતો અને પછી માતાજી મંદિરમાં સ્થાપિત મૂર્તિમાં સામે ગયા હતા.

અહીં મંદિરમાં લોકો લોટા ચઢાવવાની માન્યતા છે. અહીં લોકો માતા રાંદલને શણગારેલા લોટ ચઢાવીને પોતાની મન ગમતી મનોકામના માંગે છે.માતાજી તેમની મનોકામના પૂર્ણ પણ કરે છે.

જે દંપતીને સંતાન સુખના હોય તેવા લોકો અહીં માતાજીની માનતા માનવ માટે આવે છે અને માતાજીની કૃપાથી તેમને સંતાન સુખની પ્રાપ્તિ થયા છે. પછી દંપતી અહીં પોતાના સંતાનને લઈને આવે છે અને તેમને તોલે છે અને પોતાની માનતા પુરી કરે છે. રવિવારના દિવસે અહીં લોકો દૂર દૂરથી આવે છે.

અહીં રાંદલ માતાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. મંદિરના પ્રાંગણમાં માતાજીનો ઘોડો આવેલો છે તેને પણ કંકુ ચઢાવવાથી ભકતોની માનતાઓ પુરી થાય છે. આજ સુધી માં રાંદલના આશીર્વાદથી હજારો નિઃસંતાન દંપતીને સંતાન સુખની પ્રાપ્તિ થઇ છે. અહીં એક શ્રીફળ આવેલું છે તેમાં માતાજીનો સાક્ષાત વાસ હોય તેવું માનવામાં આવે છે. દિવસેને દિવસે આ શ્રીફળ મોટું થઇ રહ્યું છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.