માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, માં મોગલનું નામ લેવાથી જ ભક્તોની માનેલી બધી જ મનોકામનાઓ પુરી થાય છે….
માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, માં મોગલે અત્યાર સુધી લાખો કરતા પણ વધારે ભક્તોના દુઃખો દૂર કર્યા છે, માં મોગલના દરવાજે આવતા દરેક ભક્તોનું જીવન માં મોગલ ખુશીઓથી ભરી દે છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે ઘણે દૂરથી મોટી સંખ્યામાં આવતા હોય છે, આજે આપણે એક તેવા જ પરચા વિષે વાત કરીશું.
માં મોગલના ધામમાં એક ભત્રીજો પોતાના કાકાની માનેલી માનતા પુરી કરવા માટે આવ્યો હતો, તેના કાકાને આંતરડાની ખુબ જ મોટી સમસ્યા હતી એટલે ડોકટરોએ ઓપરેશન કરવાનું કહ્યું હતું પણ ઓપરેશન ખુબ જ ગંભીર હતું એટલે ડોકટરોએ કહ્યું હતું કે તેના કારણે જીવને નુક્શાન થઇ શકે છે, તે માટે આ ભત્રીજાએ કાકા માટે માં મોગલ પાસે માનતા રાખી.
ત્યારબાદ કાકાનું સારી રીતે ઓપરેશન થઇ ગયું અને માં મોગલના આર્શીવાદથી કાકાનો જીવ બચી ગયો હતો, તેથી હાલમાં ભત્રીજો કાકાની માનેલી માનતા પુરી કરવા માટે કબરાઉ માં બિરાજમાન માં મોગલના ધામમાં આવી પહોંચ્યો અને માં મોગલના દર્શન કરીને મણિધર બાપુના હાથમાં ૫૦૦૧ રૂપિયા આપ્યા તો મણિધર બાપુએ કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી માં મોગલમાં તારો આ વિશ્વાસ છે.
ત્યારબાદ મણિધર બાપુએ તે પૈસામાં એક રૂપિયો ઉમેરીને યુવકને પરત આપ્યો અને કહ્યું કે માં મોગલે તારી માનતા પાંચ વાર સ્વીકારી અને માં મોગલ તો આપનારી છે લેનારી નથી, તેથી માં મોગલ પર વિશ્વાસ રાખજો તમારા બધા જ ધારેલા કામ માં મોગલ પુરા કરશે, આથી આ મંદિરમાં ભક્તો ઘણે દૂરથી મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે આવતા હોય છે.