માં ભોમની સેવા કરતા કરતા સુરેન્દ્રનગરના આ સેનાના જવાન શહીદ થયા તો પરિવાર અને ગામના લોકોએ ભેગા થઈને આ જવાનને રડતા રડતા અંતિમ વિદાય આપી… – GujjuKhabri

માં ભોમની સેવા કરતા કરતા સુરેન્દ્રનગરના આ સેનાના જવાન શહીદ થયા તો પરિવાર અને ગામના લોકોએ ભેગા થઈને આ જવાનને રડતા રડતા અંતિમ વિદાય આપી…

દરેક લોકોને આ વાતની તો ખબર જ હોય છે કે દેશની સેવા કરવા માટે હંમેશા આપણી સેનાના જવાન તૈયાર જ રહે છે. સેનાના જવાન કોઈ દિવસ તડકો, છાંયડો હોય કે પછી વરસાદ કોઈ દિવસે કઈ પણ જોયા વગર જ ચોવીસે કલાક દેશની સેવા કરતા જ રહે છે. આપણે એવા જ એક સેનાના જવાન વિષે જાણીએ જેઓ દેશની સેવા કરતા કરતા શહીદ થઇ ગયા હતા.

આ જવાનનું નામ રઘુભાઇ બાવળીયા છે અને તેઓ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામના વતની હતા અને તેમની ફરજ પર તે હતા તે જ વખતે દેશની સેવા કરતા કરતા શહીદ થઇ ગયા હતા.

તો તેમની શહાદતના સમાચાર પરિવારને મળ્યા તો બધા જ લોકો ખુબ જ દુઃખી થયા હતા, તેની સાથે સાથે ગામના લોકોમાં પણ ભારે શોક સર્જાયો હતો અને આ જવાન શહીદ થયાને થોડા મહિનાઓ થઇ ગયા છે.

આપણી સેનાના જવાન પરિવારથી જુદા રહીને દેશની સેવા કરતા હોય છે અને જે આપણા બધા માટે એક ગર્વની વાત છે કેમ કે આ જવાન હંમેશા દેશની સેવા કરવા માટે તૈયાર જ રહેતા હોય છે. જે વખતે આ જવાનના પાર્થિવ દેહને તેમના વતને લાવવામાં આવ્યો તો એ વખતે ઘણી મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા.

લોકોએ ભેગા થઈને આ જવાનના પાર્થિવ દેહ પર ફૂલો વરસાવીને આ જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી. તેની સાથે સાથે આ જવાનની માતાએ રડતા રડતા એવું કહ્યું હતું કે ધરતી પર આવા બહાદુર દીકરાઓને જન્મ આપજો. એ વખતે ત્યાં હાજર બધા જ લોકો રડી પડ્યા હતા અને પછી લોકોએ ભેગા થઈને આ જવાનને ભીની આંખ અંતિમ વિદાય આપી હતી.