માંડવીમાં મિત્રએ મિત્રનો જીવ બચાવવા માટે પોતાના જીવની કુરબાની આપી દેતા આખા ગામમાં શોકના વાદળો છવાઈ ગયા છે… – GujjuKhabri

માંડવીમાં મિત્રએ મિત્રનો જીવ બચાવવા માટે પોતાના જીવની કુરબાની આપી દેતા આખા ગામમાં શોકના વાદળો છવાઈ ગયા છે…

મેઘરાજા આખા રાજ્યમાં ખુબજ વરસી રહયા છે. જેના લેધી મોટા ભાગના નદી નાળા છલકાઈ ગયા છે. એવામાં ઘણા અણ બનાવો પણ બનતા હોય છે. ઘણી દુઃખી ઘટનાઓ પણ બનતી હોય છે કે જેના કારણે આખા પરિવારમાં સદાયની માટે માતમ છવાઈ જતો હોય છે.આવી જ એક ઘટના માંડવીના બલેઠી ગામથી સામે આવ્યો છે. જ્યાં એક જ પરિવારના બે દીકરાઓના મૃત્યુ થઇ જતા આજે આખા પરિવારમાં સદાયની માટે માતમ છવાઈ જતો હોય છે.

બલેઠી ગમન બાબુ ભાઈ અને લલ્લુ ભાઈ પોતાના ખેતરમાં ડાંગર વાવવા માટે જઈ રહયા હતા. બને મિત્રો જયારે ખેતરમાં કામ કરીને પોતાના ઘરે આવી રહયા હતા ત્યાં ગામની પાસે બનેલા ચેક ડેમ પરથી બાબુભાઇનો પગ લપસી ગયો અને તે સીધા પાણીમા પડી ગયા અને તે પાણીના પ્રવાહમાં ખેંચવા લાગ્યા હતા.

પોતાના ભાઈને પાણીમાં તણાતા જોઈને લલ્લુ ભાઈ પણ પાણીમાં કૂદી પડયા અને તે પણ પ્રવાહમાં તણાવા લાગ્યા હતા.જેવી ગામ લોકોને આ વાતની જાણ થઇ કે ગામના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પણ બને માંથી કોઈને બચાવી નહતા શક્યા અને બંને મિત્રો પાણીમાં તણાઈ ગયાં હતાં.

બે દિવસ પછી બંને મિત્રોના મૃતદેહ મળી આવતા ગામમાં બેવડો માતમ છવાઈ ગયો હતો. એક જ ફળીયાના બે યુવકોના મૃત્યુ થઇ જતા આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો.મિત્રએ પોતાના મિત્રને બચાવવા માટે પોતાના જીવની બાજી લગાવી દીધી અને આજે બંને મિત્રોએ એકસાથે આ દુનિયાને અલ્વિદા કહી દીધુ હતું.

બંને પરિવાર યુવકો પર જ ચાલતા હતા આજે આ ગરીબ ઘરના યુવકોનુ મૃત્યુ થઇ જતા બે પરિવારોનો આધાર જ છીનવાઈ ગયો છે. ગામના લોકો આજે આ બંને પરિવારોને સાચવી રહયા છે.