માંડવીના કોઠારા આશ્રમના પૂજ્ય કલ્યાણદાસજી બાપુ દેવલોક પામતા ભાવિ ભક્તોમાં શોકનું મોઝું ફળી વળ્યું, અંતિમ દર્શન માટે ભકતોનું ઘોડાપુર ઉમટ્યું…. – GujjuKhabri

માંડવીના કોઠારા આશ્રમના પૂજ્ય કલ્યાણદાસજી બાપુ દેવલોક પામતા ભાવિ ભક્તોમાં શોકનું મોઝું ફળી વળ્યું, અંતિમ દર્શન માટે ભકતોનું ઘોડાપુર ઉમટ્યું….

કોઠારા આશ્રમ ખાતે પરમ પૂજ્ય કલ્યાણદાસજી દેવલોક પામ્યા છે.કલ્યાણદાસજુ બાપુ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા જે લાંબા સમયથી બીમાર રહેતા હતા.જેમના અંતિમ સંસ્કારમાં અનેક સાધુ અને સંતોએ હાજરી આપી હતી.તેમને વધુમાં કહ્યું હતું કે તેમને ખુબજ સારા સેવક ગુમાવ્યા છે.જે દરેક હાજર સંતો અને સાધુઓએ દુઃખની લાગણી અનુભવી હતી.જે કલ્યાણદાસજી બાપુ મોરબીમાં પણ રહેતા હતા અને તેઓ કચ્છના માંડવી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રહેતા હતા.

અને તેમની તબિયત સારી રહેતી ન હતી ફેફસાની અંદર ઇન્ફેક્શન થઈ ગયું હતું જેના કારણે છેલ્લા ૧ વર્ષથી ત્યાં રહેતા હતા પરંતુ તેમને શ્વાસ અને દમની તકલીફ થતા તેમને સેવકો દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.પરંતુ ટૂંકી સારવાર બાદ કલ્યાણદાસજી બાપુએ પોતાનો દેહ દોડી દેવલોક પામ્યા હતા ત્યારબાદ સેવકો અને કચ્છના સંતો અને સાધુઓએ દરેક જગ્યાએ સમાચાર મોકલ્યા હતા જેને પણ આ સમાચાર મળ્યા હતા તે દરેક સંતો અને સાધુઓ કલ્યાણદાસજીના અંતિમ દર્શન કરવા માટે પધાર્યા હતા.

જેમાં રાજ્યના અનેક જગ્યાએથી મોટી સંખ્યામાં સાધુ સંતો આવ્યા હતા.આ સમાચાર મળતાની સાથે જ તેમના સેવકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી રાજ્ય ભરમાંથી કલ્યાણદાસજીના સેવકો તેમની અંતિમ વિધિનો લાભ લેવા માટે પહોંચી રહ્યા હતા આ સમાચારથી કોઠારા આશ્રમ શોક મગ્ન બન્યો હતો.