મહેસાણાની આ શાળાએ વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે એક લાખ લીટર પાણીનો ટાંકો બનાવ્યો અને વરસાદના પાણીનો સંગ્રહ કરી તેને પીવાના ઉપયોગમાં લઈને લોકો માટે પ્રેરણા રૂપ સાબિત થઇ છે..
દરેક જગ્યા પર પાણીનો મહત્વનો ભાગ છે અને આખી દુનિયામાં ત્રણ ભાગમાં પાણી છે અને એક જ ભાગમાં જમીન છે. પણ આ બધું જ પાણી આપણને ખેતી કે પીવા જેવું નથી હોતું કેમ કે સમુદ્રનું પાણી અનુકૂળ નથી હોતું. દરેક લોકોના જીવનમાં પાણીનો એક મહત્વનો ભાગ હોય છે.જેમાં સવારથી ઉઠતાની સાથે જ પાણીની જરૂર પડતી હોય છે અને તે સાંજે સુઈએ ત્યાં સુધી પાણીની જરૂર પડતી હોય છે.આ વખતે ઉનાળામાં લોકોને પાણીની ઘણી મોટી સમસમ્યા થઇ હતી અને પાણી માટે ઘણા લોકોને વલખા પણ મારવા પડ્યા હતા.
આજે આપણે એક એવી જ શાળા વિષે જાણીએ જેઓ વરસાદનું ટીપે ટીપું સંગ્રહ કરે છે. આ શાળા મહેસાણામાં આવેલી છે અને તે શાળાનું નામ તક્ષશિલા શાળા છે. પાણી એજ જીવનના સૂત્ર સાથે આ શાળાએ પાણી બચાવવાનું અને સંગ્રહ કરવાનું કામ ચાલુ કર્યું છે.
આ શાળાએ વરસાદના ટીપે ટીપાને સાચવવા માટે મોટો સંગ્રહ કરે એવો પાણીનો ટાંકો બનાવ્યો છે, આ શાળાએ શાળાના મેદાનમાં ૧ લાખ લીટર પાણીની ટાંકી બનાવી છે અને તેમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે.
જયારે પણ વરસાદ આવે ત્યારે ત્યારે આ અગાસી પરથી પાણીનો સંગ્રહ ૨૫ હજાર લિટરના ચાર એવા સંગ્રહ ટાંકા બનાવવામાં આવ્યા છે.જેનાથી આખું વર્ષ સુધી આ પાણીને પી શકાય છે,
આમ આ શાળાએ સૂઝબૂઝથી મોટું કાર્ય કરીને આજે પાણીનો સંગ્રહ કરીને બાળકોને એ પાણી શુદ્ધ કરીને પીવડાવવામાં આવે છે. આમ લાખો લીટર પાણીને બચાવીને ગમે તે સમયે આ પાણીનો વપરાશ તેઓ કરી શકે છે.