મહેસાણાના આ ગામમાં આવેલું છે ચમત્કારિક શિવ મંદિર કે જ્યાં બાધા રાખવાથી મસાની તકલીફ હંમેશને માટે દૂર થઇ જાય છે…… – GujjuKhabri

મહેસાણાના આ ગામમાં આવેલું છે ચમત્કારિક શિવ મંદિર કે જ્યાં બાધા રાખવાથી મસાની તકલીફ હંમેશને માટે દૂર થઇ જાય છે……

પવિત્રએ શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે. ત્યારે બધા જ શિવ મંદિરોમાં ભકતોની ભારે ભીડ જોવા મળી રહી છે. દરેક લોકો ભોલેનાથના આશીર્વાદ લેવા માટે મંદિરમાં તેમની પૂજા કરી રહયા છે. ત્યારે આજે અમે તમને એક એવા ચમત્કારિક શિવ મંદિર વિષે જણાવીશું કે જેની મહિમા ખુબજ અપરંપાર છે.

આ શિવ મંદિર મહેસાણાના બોરીયાવી ગામમાં આવેલું છે.આ મંદિરને આખા ગુજરાતમાં મસિયા મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે આ મંદિર લગભગ ૫૦૦ વર્ષ જૂનું છે. આ મંદિરમાં ભકતો મીઠું મળી અને ગોળનો પ્રસાદ ચઢાવે છે.

આ મંદિરની માન્યતા છે કે આ મંદિરમાં જો શ્રાવણ મહિનામાં માનતા માનવામાં આવે તો જે પણ વ્યક્તિને મસાની સમસ્યા છે તે દૂર થાય છે.આજ સુધી ઘણા ભકતોને મસાની સમસ્યા દૂર થઇ છે.

આજથી વર્ષો પહેલા ખાર ગામના મઢના મહંતની ઘોડીને મસો થયો હતો માટે રે ખુબજ ચિંતિત રહેતા હતા. તો એક દિવસ સંતને સપનું આવ્યું કે બોરીયાવી ગામમાં એક આંબલીનું ઝાડ છે અને તેની નીચે એક ઉકરડો છે. તે જગ્યાને સાફ કરાવીને મીઠાની ગુણ ચઢાવવાથી ઘોડીને મસો માટી જશે.

પછી મહેનત બીજા દિવસે ત્યાં ગયા અને તે જગ્યાએ સાફ કરાવી ખોદતી વખતે ત્યાંથી સ્વંયભુ શિવલિંગ પ્રગટ થયું હતું. ત્યાર પછી તે શિવલિંગને પૂજા અર્ચના કરીને સ્થપના કરવામાં આવી હતી અને આજુ બાજુના ગામમાં આ અખબાર ફેલાઈ જવાથી બધા લોકો દર્શને આવવા લાગ્યા અને આજે અહીં મસાની બધા રાખવાથી તે તકલીફ દૂર થઇ જાય છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.