મહેશ સવાણી ગ્રુપે હનીમૂન પર મોકલેલી ગુજરાતની દીકરીઓમાંથી એક દીકરીએ હાલમાં મહેશ સવાણીને કીધું કે પપ્પા તમને લાખ લાખ અભિનંદન, તે કહીને દીકરી ભાવુક થઇ ગઈ…. – GujjuKhabri

મહેશ સવાણી ગ્રુપે હનીમૂન પર મોકલેલી ગુજરાતની દીકરીઓમાંથી એક દીકરીએ હાલમાં મહેશ સવાણીને કીધું કે પપ્પા તમને લાખ લાખ અભિનંદન, તે કહીને દીકરી ભાવુક થઇ ગઈ….

આપણે દરેક લોકો સુરતના ડાયમંડ કિંગ મહેશભાઈ સવાણીને તો ઓળખીએ એ જ છીએ, મહેશભાઈ સવાણીએ અત્યાર સુધી સાડા ચાર હજાર કરતા પણ વધારે ગરીબ અને અનાથ દીકરીઓના લગ્ન કરાવ્યા હતા,

મહેશભાઈ સવાણી ગરીબ અને અનાથ દીકરીઓના લગ્ન કરાવીને તે દીકરીઓનું નવું દામ્પત્ય જીવન ચાલુ કરાવતા હોય છે, તેવી જ રીતે હાલમાં મહેશભાઈ સવાણીએ 4 ડિસેમ્બરના રોજ ચૂંદડી મહિયર સમૂહ લગ્નનું આયોજન કરું હતું.

તેમાં મહેશ સવાણીએ ત્રણસો જેટલી ગરીબ અને અનાથ દીકરીઓના લગ્ન કરાવ્યા હતા, જે ગરીબ અને અનાથ દીકરીઓના લગ્ન પી.પી.સવાણી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યા હતા તે સમયે જે દીકરીઓના લગ્ન પહેલા ગ્રુપમાં કરવામાં આવ્યા હતા તે દીકરીઓને પી.પી.સવાણી ગ્રુપએ આયોજન કરીને તે દીકરીઓને ફરવા માટે મનાલી દસ દિવસની ટુર પર મોકલ્યા હતા.

પહેલા ગ્રુપમાં લગ્ન થયેલી દીકરીઓને મહેશભાઈ સવાણીએ સુરતમાં એક જગ્યા પર ભેગા કર્યા હતા અને તેમને તેમની ટુરનું આખું આયોજન કરી આપ્યું હતું, આ દરેક દીકરીઓ તેમના દસ દિવસના હનીમૂન પર જવા માટે ખુબ જ ખુશ થઇ ગયા હતા અને આ યુગલોએ ટુર પર રોમેન્ટિક ડાન્સ પણ કર્યો હતો. સાથે સાથે આ યુગલોએ બરફમાં મસ્તી પણ બહુ કરી હતી.

આ યુગલોએ તેમના હનીમૂનમાં ગરબાની રમઝટ પણ કરી હતી. આ ટુરમાં આવેલા દરેક યુગલો કેટલીય યાદો પણ બનાવી રહ્યા હતા. દરેક યુગલો મજા કરીને તેમના વિડીયો પણ સોશિયલ મીડિયા પર મૂકતાં હતા. તેવી જ રીતે એક દીકરીએ પણ હાલમાં સોશિયલ મીડિયા પર મહેશભાઈ સવાણી વિષે એવું કહ્યું હતું કે પપ્પા તમને લાખ લાખ અભિનંદન.

તે દીકરીએ કહ્યું હતું કે પપ્પા અમે અમારી જિંદગીમાં આવી રીતે તો આ દસ દિવસની મનાલી ટુર પર તો ના જ જઈ શક્યા હોત, પરંતુ તમે અમને આવી રીતે દસ દિવસની મનાલી ટુર પર મોકલ્યા તો અમે લોકો ખુબ જ ખુશ હતા અને અમને લોકોને અહીં ખુબ જ મજા આવે છે, આ ટુરમાં દરેક સુવિધાઓ પણ સારી હતી તેથી દરેક યુગલો ખુબ જ મજાથી ટુર માણી રહ્યા હતા.