મહીસાગરની આ મહિલા જેવો ઘરની બહાર પગ મુક્યો કે તેને આકાશ માર્ગેથી મૃત્યુ મળતા પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. – GujjuKhabri

મહીસાગરની આ મહિલા જેવો ઘરની બહાર પગ મુક્યો કે તેને આકાશ માર્ગેથી મૃત્યુ મળતા પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો.

આજની ઘટના પરથી તમે સમજી જશો કે જીવનનું કઈ નક્કી નથી. આપણા જીવનનો અંત કયારે પણ આવી શકે છે. આવી જ એક ઘટના મહીસાગરથી સામે આવી છે. જ્યાં એક મહિલાને આકાશ માર્ગેથી મૃત્યુ મળતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મહીસાગરમાં ગઈકાલે સાંજના સમયે વરસાદી ઝાપટું પડ્યું હતું. ત્યારે ગોઠીબડા ગામમાં સુકીદેવીના ફળીયામાં રહેતા.શિવી બેન વરસાદ ચાલુ થતાની ઘરની બહાર બાંધેલી ભેંસને ઘરની અંદર લેવા માટે ગયા હતા.

ત્યાં તે જેવા ઘરની બહાર ગયા કે તરત જ તેમની પર આકાશ માર્ગથી વીજળી પડી અને તે ઘર આંગણે જ નીચે ઢળી પડ્યા હતા. ત્યાં તરત જ આજુ બાજુના લોકો ભેગા થઇ ગયા હતા અને શિવી બેનને તરત જ હોસ્પિટલમાં લઈને જવામાં આવ્યા હતા.

ત્યાં ડોક્ટરો દ્વારા શિવી બેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શિવી બેનના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. અચાનક જ ઘરના મોભી એવા શિવી બેનના મૃત્યુથી તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

શિવી બેનને પણ શું ખબર હતી કે આજે મારો છેલ્લો દિવસ છે. માટે જીવનમાં કઈ નક્કી નથી.કોઈ દિવસ તમારા જીવનનો છેલ્લો દિવસ હોઈ શકે છે માટે જીવન જીવી લો આગળના પળે શું થવાનું છે. તેનું કઈ જ નક્કી નથી. શિવી બેનને આકાશ માર્ગેથી મૃત્યુ મળતા આજે આખા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હજુ તો ચોમાસુ ચાલુ પણ નથી થયું અને આવી ઘટનાઓ ચાલુ થઇ ગઈ.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.