મહિલા તેના મૃત્યુના બે કલાક પછી જીવિત થઇ ગઈ, અને ઉઠીને સીધું જ કહ્યું બેટા મારે ચા પીવી છે અને પછી જે ખુલાસો કર્યો તેનાથી તમારા રુંવાટા ઉભા થઇ જશે. – GujjuKhabri

મહિલા તેના મૃત્યુના બે કલાક પછી જીવિત થઇ ગઈ, અને ઉઠીને સીધું જ કહ્યું બેટા મારે ચા પીવી છે અને પછી જે ખુલાસો કર્યો તેનાથી તમારા રુંવાટા ઉભા થઇ જશે.

આ દુનિયામાં જે વ્યક્તિએ જન્મ લીધો છે તે વ્યક્તિનું મૃત્યુ નક્કી જ છે, વ્યક્તિ લાબું આયુષ્ય જીવવા માટે ઘણી દેખરેખ કરતા હોય છે. તમામ લોકોના મૃત્યુ પછી તેમના પરિવારમાં વર્ષો સુધી શોકનું મોજું ફરી વરતું હોય છે. જો આ મૃત્યુ પામેલ વ્યક્તિ કદાચ તમારી આંખો આગળ જીવતા થઇ જાય તો, તમે પણ ચોકી જશો. હાલમાં એવા કેટલીય વખતે કિસ્સો બની જતા હોય છે.

આ કિસ્સો જોધપુરના દધિમાતી શહેરનો છે, અહીંયા એક મહિલા જે બીમાર હતી. વહેલી સવારે આ મહિલાના શરીરમાં થોડા સમય સુધી કઈ હલચલ ના દેખાઈ એટલે તેમના પરિવારે તેઓને મૃત માની લીધા હતા અને થોડાજ સમયમાં તેમના સ્વજનોને બોલાવી દીધા હતા. તેમના સ્વજનો આવે ત્યાં સુધી તેમની અંતિમ વિધિની તૈયારી કરી દેવાઈ હતી.

તેવામાં અચાનક આ મહિલાએ બે કલાક પછી આંખ ખોલી અને તેમના દીકરાને કહ્યું બેટા અજ્જુ મને ચા પીવડાવ, આટલું સાંભળીને પરિવારના લોકો અને સગા-સબંધીઓ દંગ રહી ગયા હતા.

એટલામાં બધા લોકો ત્યાં ભેગા થઇ ગયા અને એક વાર આંખ ખોલી અને બંધ કરી લીધી. તેમની નસો ચાલવા લાગી જેથી પરિવાર તેમને હોસ્પિટલે લઇ ગયા અને ત્યાં તેમને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. આ ભગવાનનો એક ચમત્કાર થયો હતો.

પછી આ મહિલાને ઘરે લઈને આવ્યા પછી તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા, આ મહિલાના દીકરાએ જણાવ્યું કે તેમની માતાને બે દિવસ અગાઉ હાર્ટ અટેક આવ્યો હતો અને ધીમે ધીમે તેમની તબિયત સારી થવા લાગી હતી. તેવામાં સવારે તે વહેલા ઉઠી અને પછી ઊંઘી તો તેના શરીરમાં કોઈ હલચલ નહતી થઇ.