મહિલા જે બેન્કમાં કચરા પોતા કરતી હતી આજે તે જ બેન્કમાં મેનેજર બનીને બધાને ચોંકાવી દીધા. – GujjuKhabri

મહિલા જે બેન્કમાં કચરા પોતા કરતી હતી આજે તે જ બેન્કમાં મેનેજર બનીને બધાને ચોંકાવી દીધા.

મિત્રો આજે અમે તમને એક એવી મહિલા વિષે જણાવીશું કે જેમને જે સફળતા પ્રાપ્ત કરી છે. તેનાથી તમે પણ બોલી પડશો કે જો વ્યક્તિ ધારે તો તેના જીવનમાં કઈ જ અશક્ય નથી. આવું જ કઈ આ મહિલાએ પણ કરી બતાવ્યું છે. મહિલાનું નામ પ્રતીક્ષા છે અને તે પુણેના રહેવાસી છે.

પ્રતીક્ષામાં લગ્ન ખુબજ નાની ઉંમરે થઇ ગયા હતા.તેમને શું ખબર હતી કે અસલી જીવન તો હવે શરૂ થવાનું છે. લગ્નના ત્રણ વર્ષ પછી જ તેમના પતિનું મૃત્યુ થઇ જતા તેમના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. પ્રતીક્ષા વધારે ભણ્યા પણ નહતા તેના કારણે તેમને સારી નોકરી પણ નહતી મળી રહી.

માટે તેમને SBI બેન્કમાં સાફ સફાઈ કરવાનું કામ શરૂ કર્યું તેની સાથે ભણવાનું પણ શરૂ કર્યું.પ્રતીક્ષા બેને ભણવાની સાથે સાથે પોતાના ૧૦ માં અને ૧૨ માં ધોરણની પરીક્ષા પાસ કરી કોલેજ પુરી કરી તો તેમને તેજ બેન્કમાં ક્લાર્કની નોકરી આપવામાં આવી.

તેમને ત્યાં પણ સારું એવું પ્રદર્શન કર્યું અને તેમને પ્રમોશન મળતું જ રહ્યું. આજે તેમને તેજ બેન્કના મેનેજર બનાવી દેવામાં આવ્યા છે. આ તેમની માટે ખુબજ ગર્વની વાત છે.મહિલા જે બેન્કમાં કચરા પોતા કરવાનું કામ કરતી હતી આજે તેજ મહિલા તે બેન્કમાં મેનેજર છે.

આ કહાની આજે લાખો લોકોને પ્રેરણા આપે એમ છે. આ પરથી જ શીખી શકાય કે જીવનમાં તકલીફો તો આવવાની પણ તમે તે તકલીફોને કઈ રીતે અવસરમાં ફેરવો છો. તે જ મહત્વનું જે લોકો હિંમત નથી હારતા તેમનો જીવનમાં હંમેશા વિજય જ થાય છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.