મહિલાએ પોતાની દીકરી અને બીમાર સાસુને સાથે રાખી PI ની ટ્રેનિંગ પુરી કરી પોતાનું પોલીસ અધિકારી બનવાનું સપનું પૂરું કર્યું….
જીવનમાં તકલીફ તો દરેકને પડે છે પણ જે લોકો પોતાની હિંમત નથી હારતા તેમનો જીવનમાં ક્યારેય હાર નથી થતા. આજે અમે તમને એક એવી જ મહિલા વિષે જણાવીશું કે જેને અથાગ મહેનત અને તકલીફો વેઠીને PI બની પોતાન માતા પિતા અને સાસુ સસરાનું નામ રોશન કર્યું.
આ મહિલાનું નામ ભાગ્યેશ્વરીબા છે અને તેમને હાલમાં જ પોતાની PI ની ટ્રેનિંગ પુરી કરી છે.તેમને પોતાની નાની દીકરી એક બીમાર સાસુની બધી જ જવાબદારી નિભાવી સાથે સાથે પોતાની ટ્રેનિંગ પણ સફળ રીતે પુરી કરી સમાજમાં એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
ભાગ્યેશ્વરીબાએ જણાવ્યું કે તે દરબાર સમાજ માંથી આવે છે. અમારા સમાજમાં બહુ ઓછા લોકો દીકરીઓને બહાર મોકલતા હોય છે. તે સરકારી પરીક્ષાની તૈયાર કરવાનું નક્કી કર્યું.
તેમને એક નોકરી મળી જતા તેમના લગ્ન થઇ ગયા અને લગ્ન પછી પણ પોતાની મહેનત ચાલુ રાખી અને તેમની PI પોલીસ અધિકારી તરીકે નિમણુંક થતા તેમને ટ્રેનિંગ પર જવાનું હતું, તેમની નાની દીકરી પણ હતી અને સાસુ પેરેલાઈઝ હતા. તો પોતાની ટ્રેનિંગ સાથે સાથે પોતાની બધી જ ફરજ પણ પુરી કરી.
તે પોતાની સાસુનું દયાન રાખતા અને દીકરીને પણ સાચવતા, આજે તેમને પોતાની મહેનતથી PI બનીને બધાનું નામ રોશન કર્યું છે. તેમને પોતાના જીવનમાં ખુબજ દુઃખ અને તકલીફ જોયું છે તો પણ તેનાથી હિંમત હારવાની જગ્યાએ મહેનત ચાલુ રાખી અને પોલીસ અધિકારી બની પોતાનું સપનું પૂરું કર્યું.
નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.