મહિને 25 લાખ રૂપિયાની લાંચ લેતી મહિલા ઓફિસર ફસાઈ,પોતાના અંડરમાં હતા 500 મેડિકલ….
ભ્રષ્ટાચાર શબ્દ સંભાળીને તમારા વિચારો બદલાય જતા હશે.તમે ભ્રષ્ટાચાર થતો ઘણા ઠેકાણે જોયો હશે.ઘણાયને અનુભવ પણ થયો હશે.તાજેતરમાં ACBની ટીમે દરોડો પાડી ડ્રગ ઇન્સ્પેકટર સિંધુ કુમારીની ધરપકડ કરી હતી.જણાવાય છે કે ઈન્સ્પેકશનમાં ખામી ન કાઢવા બદલ પાંચ હજારની લાંચ લીધી હતી.પૂછપરછ દરમિયાન સિંધુ કુમારીએ ACBની ટીમને જણાવ્યું હતું કે ‘સાહેબ’ છેક ઉપર સુધી રૂપિયા આપવા પડે છે.
નહિ તો તેમને બિકાનેર જીલ્લામાં બદલી કરવાની ધમકી મળે છે.સિંધુ કુમારીએ આ લંચના પૈસા આસિસ્ટન્ટ ડ્રગ કંટ્રોલરને આપ્યા હોવાની કબુલાત કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે સિંધુ કુમારી પર જયપુરમાં 500 જેટલા મેડીકલ સ્ટોરની તપાસની જવાબદારી હતી.જણાવાય છે કે દર મહીને તે દરેક મેડીકલ સ્ટોર પરથી 5000 રૂપિયા વસુલતી હતી.
સુત્રો દ્વારા એ પણ જાણવા મળી રહ્યું છે કે સિંધુ કુમારી પાસે જયપુરના સૌથી મોટા મેડીકલ બિઝનેસ માર્કેટ “સેઠી કોલોની”ની પણ જવાબદારી હતી.આ સાથે કોરોના કાળમાં જયારે રેમડેસિવીરની ખુબ માંગ હતી ત્યારે પણ ડ્રગ વિભાગે તેની સંપૂર્ણ જવાબદારી સિંધુ કુમારીને સોપી હતી.તમને જણાવીએ કે ACBને માનસરોવરના એક રહેવાસીની ફરિયાદ મળી હતી.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે સિંધુ કુમારી રીકવરી માટે દબાણ કરે છે અને પૈસા ન આપવા પર ભારે દંડ તેમજ મેડીકલ જપ્ત કરવાની ધમકી આપે છે.ફરિયાદીના કહ્યા પર 4 ફેબ્રુઆરીએ ACBએ સિંધુ કુમારીની પાંચ હજાર રૂપિયા લેતા રંગે હાથ પકડી ધરપકડ કરી હતી.