મથુરામાં એક એવો કુંડ આવેલો છે કે જ્યાં શરીર પર માટી લગાવીને કુંડમાં નહાવાથી ચામડીની બધી જ બીમારીઓ દૂર થાય છે.
ભારત દેશ આસ્થાનો અને શ્રદ્ધાનો દેશ છે એટલે જ અહીંયા ઘણી મોટી સંખ્યામાં દેવી-દેવતાઓના સ્થાનકો આવેલા છે અને ઘણા એવા પવિત્ર સ્થાનો પણ આવેલા છે જેનાથી ઘણા લોકોની બીમારીઓ અને મોટી મુશ્કેલીઓ પણ હંમેશા માટે દૂર થઇ જતી હોય છે.આજે આપણે એક એવી જ પવિત્ર જગ્યા વિષે જાણીએ જ્યાં નાહવાથી શરીર પર ગમે તેવી ચામડીની બીમારી હંમેશા માટે દૂર થઇ જાય છે.આ પવિત્ર જગ્યા પર ખાલી પાણીમાં ડૂબકી લગાવવાથી જ ચામડીની બીમારીઓ દૂર થઇ જાય છે,
આ એક કુંડ છે અને અહીંયા માટી લગાવવાથી અને કુંડમાં ડૂબકી મારવાથી પણ આ બધી જ તકલીફો દૂર થઇ જાય છે. આ કુંડ મથુરાથી થોડા કિલોમીટર દૂર તરૌલી ગામમાં આવેલો છે. આ ગામમાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે.
અહીંયા સ્વામી બાબાનું એક મંદિર આવેલું છે અને અહીંયા એક કુંડ પણ આવેલું છે. આ સ્વામી બાબાને ભગવાન શિવનો અવતાર પણ માનવામાં આવે છે અને આ મંદિર અંદાજિત હજાર વર્ષ જૂનું છે એટલે અહીંયા ભક્તો ઘણી મોટી સંખ્યામાં દર્શને આવે છે.
આ કુંડ વિષે એવી માન્યતા છે કે આ કુંડમાં સ્વામીનો જન્મ થયો હતો.સ્વામીએ સ્વપ્ન આપ્યું હતું અને એવું કહ્યું હતું કે તેમનું મંદિર કુંડની બહાર બનાવો અને એવું પણ કહ્યું હતું કે જેટલા પણ ચામડીના બીમાર લોકો આ કુંડની માટી તેમના શરીર પર લગાવીને કુંડમાં ન્હાશે તો તેમની બધી જ બીમારી દૂર થઇ જશે. આ મંદિરે ખાસ કરીને સોમવારે ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવે છે અને કુંડમાં નાહવા માટે પણ ઘણી મોટી ભીડ હોય છે.