મણિરાજ બારોટની બંને દીકરીઓના લગ્ન સમયે વિક્રમ ઠાકોર હાજર રહ્યા ન હતા તો તેમના ઘરે જઈને બંને દીકરીઓને આર્શીવાદ આપ્યા…. – GujjuKhabri

મણિરાજ બારોટની બંને દીકરીઓના લગ્ન સમયે વિક્રમ ઠાકોર હાજર રહ્યા ન હતા તો તેમના ઘરે જઈને બંને દીકરીઓને આર્શીવાદ આપ્યા….

થોડા દિવસ પહેલા જ મણિરાજ બારોટની બે દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નના સમયે તે લોકોના ફોટા સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયા હતા અને આ લગ્નમાં રાજલ બારોટે ગુજરાતના દરેક કલાકારોને આમંત્રણ આપ્યું હતું. આ લગ્ન પ્રસંગમાં જીગ્નેશ કવિરાજ, કિંજલ દવે અને અને ગમન સંથાલ જેવા દરેક કલાકારો આ લગ્ન પ્રસંગમાં હાજર રહ્યા હતા.

પરંતુ આ લગ્ન પ્રસંગમાં ગુજરાતના કલાકાર એવા આપણા વિક્રમ ઠાકોર હાજર રહ્યા ન હતા. તેથી લગ્ન પુરા થયા એટલે વિક્રમ ઠાકોર રાજલ બારોટના ઘરે રાજલ બારોટને મળવા માટે આવ્યા હતા. ત્યારે વિક્રમ ઠાકોરે તેમની બંને બહેનોને આર્શીવાદ પણ આપ્યા હતા. જેથી તે ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા હતા.

જે ફોટા વાયરલ કરીને રાજલ બારોટે લખ્યું હતું કે મારી બંને બહેનોને વિક્રમ ઠાકોરે ઘરે આવીને આર્શીવાદ આપ્યા છે. તે પછી રાજલ બારોટે વિક્રમ ઠાકોરનું સન્માન પણ કર્યું હતું. તેથી તે ફોટા સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થયા હતા. આ બંને બહેનોના લગ્નમાં રાજલ બારોટ તેમના પિતા મણિરાજ બારોટને યાદ કરીને ખુબ જ રડી પડ્યા હતા.

રાજલ બારોટને ભાઈ ન હતો એટલે રાજલ બારોટે ભાઈ બનીને તેમની બંને બહેનોનું કન્યાદાન કર્યું હતું. જે સમયે રાજલ બારોટે કહ્યું હતું કે હું રાજલ બારોટ તરીકે નહીં પણ મણિરાજ બારોટની દીકરી તરીકે ઓળખવા માંગુ છું. કારણ કે મણિરાજ બારોટના ચાહકો લાખોની સંખ્યામાં હતા એટલે તે તેના પિતાનું સ્થાન લઈને રાજલ બારોટ બધા ચાહકોને તેના પિતાની યાદ અપાવી રહી હતી.