ભૈરવદાદાનું ચમત્કારિક મંદિર, કે જ્યાં દાદા હાજરા હજુર છે, દર્શન માત્રથી જ ભકતોના બધા દુઃખ દૂર થઇ જાય છે…. – GujjuKhabri

ભૈરવદાદાનું ચમત્કારિક મંદિર, કે જ્યાં દાદા હાજરા હજુર છે, દર્શન માત્રથી જ ભકતોના બધા દુઃખ દૂર થઇ જાય છે….

ગુજરાતમાં એવા એવા મંદિરો આવેલા છે કે જ્યાં જવા માત્રથી જ ભકતોના દુઃખ અને તકલીફો દૂર ભાગી જતા હોય છે. આજે અમે તમને એક એવા જ મંદિર વિષે જણાવીશું કે જેના વિષે મોટા ભાગના લોકો નહિ જાણતા હોય. આ પવિત્ર મંદિર યાત્રા ધામ અંબાજી ખાતે આવેલું છે.

આ મંદિર ગબ્બર જતા પહેલા આવે છે. આ મંદિરમાં સાક્ષાત ભૈરવ દાદા બિરાજમાન છે.અહીં બટુક ભૈરવ ગુફાની અંદર બિરાજમાન છે. અત્યારે જે જગ્યાએ ભૈરવ બિરાજમાન છે. તે જગ્યા પહેલા માં અંબાની પ્રાચીન ગાદી હતી.

ભૈરવદાદાનું આ મંદિર ગબ્બર જવાના રસ્તામાં આવેલું છે. મંદિરમાં જવા માટે ગુફામાં થઈને જવું પડે છે. જે ભકતો પણ ગબ્બર જવા માટે જાય છે. તે પહેલા ભૈરવદાદાના દર્શન અને આશીર્વાદ લઈને જરૂરથી જાય છે.

જે પણ ભક્તોને ભૈરવદાદાના આશીર્વાદ મળે છે. તે ભકતોના બધા જ દુઃખ દૂર થાય છે. ભકતો દુર દૂરથી પોતાની તકલીફો દૂર કરવા માટે આવે છે. ભકતો અહીં આવીને પોતાની તકલીફો માંથી છૂટકાળો માટે અરજી કરે છે અને દાદા બધા જ ભકતોની તકલીફો દૂર કરે છે. દિવસ દરમિયાન ઘણા ભકતો અહીં આવે છે.

આ મંદિરમાં ભૈરવ દાદાની કાળા રંગની મૂર્તિ સ્થાપિત છે. જેને જોતાની સાથે જ ભક્તોને એવો અદભુત અનુભવ થયા કે જાણે ભૈરવદાદા સાક્ષાત દર્શન આપી રહ્યા હોય. અહીં બટુક ભૈરવ દાદાના દર્શન માત્રથી ભક્તોના દરેક દુઃખ દૂર થાય છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.