ભુજની આ સંસ્થા દ્વારા ૧૦૩ નિરાધાર વૃદ્ધ લોકોને મફતમાં ટિફિન પહોંચાડી પરિવારની જવાબદારી નિભાવવામાં આવી રહી છે. – GujjuKhabri

ભુજની આ સંસ્થા દ્વારા ૧૦૩ નિરાધાર વૃદ્ધ લોકોને મફતમાં ટિફિન પહોંચાડી પરિવારની જવાબદારી નિભાવવામાં આવી રહી છે.

અત્યારના સમયમાં અનેક સેવાભાવિ સંસ્થાઓ અનેક ગરીબ પરિવારને મદદ કરતી હોય છે જે પરિવાર હકીકતમાં મુસીબતનો સામનો કરી રહ્યા છે તેવા પરિવારમાં અનેક પ્રકારની મદદ કરતા હોય છે ત્યારે ભુજમાં પણ ૧૦૩ વડીલોને ઘરેબેઠા ટિફિન દ્વારા ભોજન આપવામાં આવે છે.જે વૃદ્ધ વડીલો છે જેમને કોઈ આધાર નથી તેવા અનેક વડીલોને છેલ્લા ૧૯ વર્ષથી ટિફિન દ્વારા ભોજન આપવામાં આવે છે.અત્યારે પણ ૧૦૩ જેટલા વૃદ્ધ લોકોને ૧૧ વાગ્યાથી ૧ વાગ્યા સુધીની અંદર તેમના ઘરે ટિફિન પહોંચાડવામાં આવે છે.

જેમને ૧૯ વર્ષ પહેલા ૩૦ ટિફિનથી શરૂવાત કરી હતી આજે તેમની જોડે ૧૦૩ જેટલા ટિફિન છે.કારણ કે વૃદ્ધ લોકો હોવાથી તેમનાથી રસોઈ બનાવી શકતા નથી જે ઘરની બહાર પણ નિકરી શકતા નથી આવા દરેક લોકોના ઘર સુધી ટિફિન પહોંચાડવામાં આવે છે.તે સંસ્થાના લોકો દ્વારા દરેક વૃદ્ધના ઘરે જઈને ટિફિન પહોંચાડવામાં આવે છે.

માનવજ્યોત સંસ્થા ૩૬૫ દિવસ તેમના ઘરે ટિફિન પહોંચાડી માનવતા દર્શાવે છે જે વડીલો અને વૃધ્ધો ઘરે બેસીને જમી રહ્યા છે તેનો માનવ જ્યોત સંસ્થાને ખુબજ આનંદ છે.

અત્યારના સમયમાં આવી સેવા કરવા માટે અમુક લોકો આગળ આવતા હોય છે ત્યારે માનવ જ્યોત સંસ્થા તેમના પરિવારના સભ્યો સમજી તેમની સેવા કરી રહ્યા છે અને એકપણ દિવસ તે વૃદ્ધ વડીલોને ભૂખ્યા ન સૂવું પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે આ માનવજ્યોત સંસ્થાને અનેક દાતાઓ પણ સપોર્ટ કરી રહ્યા છે ત્યારે આજે આ કામને અનેક લોકો બિરદાવી રહ્યા છે.